________________
૯૪
શ્રદ્ધા આત્મસાક્ષાત્કાર આપણા જીવનનું અંતિમ લક્ષ્ય છે. તેને પામવા માટે શાસ્ત્રના વચનોનું શ્રવણ તથા ગુરુના યુક્તિસભર આદેશ અને ઉપદેશ ઉપર વિચારણા જરૂરી છે. પરંતુ તે માટે સૌ પ્રથમ શાસ્ત્ર અને ગુરુના વચનોમાં શ્રદ્ધા હોવી આવશ્યક છે. તેથી મોક્ષમાર્ગના પ્રવાસીને શંકરાચાર્યજીએ અત્રે શ્રદ્ધારૂપી સાધનની વાત કરી છે. “શાસ્ત્રસ્ય ગુરુવાવયા સત્યવૃદ્ધિ મવાર શ્રી થતા !” અર્થાત્ શાસ્ત્ર અને ગુરુના વાક્યો સત્ય છે તેવી શંકાવિહોણી દઢ બુદ્ધિને “શ્રદ્ધા કહે છે. ગુરુ અને શાસ્ત્રવચનો કદાપિ સત્યથી વેગળા ન જ હોય પરંતુ તેમના દ્વારા જે કંઈ ઉપદેશાય છે તે જ સત્ય છે. એવા દઢ નિશ્ચયવાળી બુદ્ધિને “શ્રદ્ધા' કહે છે. જેની પાસે આવી અચળ શ્રદ્ધા છે તે જ સંસારસાગરને સરળતાથી પાર કરી જાય છે. પરંતુ શ્રદ્ધા વગરનો સાધક જીવનપર્યંતના શ્રવણ છતાં પણ જીવનના અંતિમ લક્ષ્યને અર્થાત આત્મસાક્ષાત્કારને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી જ જ્ઞાનમાર્ગના પથિક માટે શાસ્ત્ર અને ગુરુમાં શ્રદ્ધા હોવી તે મહત્ત્વનું અને અનિવાર્ય અંગ છે.
આધુનિક શિક્ષિત ગણાતાં સમાજમાં વૈદિક પરંપરા જ્યારે નષ્ટપ્રાય થઈ રહી છે ત્યારે કેટલાક લોકો શાસ્ત્રને, ઋષિમુનિઓના ટાઢા પહોરના ગપ્પા માને છે. તથા ઈશ્વરને ઉપજાવી કાઢેલું તૂત સમજે છે. તેઓની દલીલ છે કે, જે મૂર્તિને પથ્થરમાંથી મનુષ્યએ ઘડી કાઢી હોય અને તેના મંદિર બંધાવી જો તેની પૂજા કરતો હોય તો તેવા જડ પથ્થરને પૂજવા અમે તૈયાર નથી. તેમને નથી મૂર્તિમાં શ્રદ્ધા, મૂર્તિપૂજામાં વિશ્વાસ કે પછી તેમની વાત સમજાવતા શાસ્ત્રોમાં પણ શ્રદ્ધા. શાસ્ત્ર વિશે તેઓનું મંતવ્ય એવું છે કે હજારો વર્ષ પૂર્વે સામાજીક વિકાસને ધ્યાનમાં લઈ શાસ્ત્રોની રચના થઈ છે. તેવા જૂના ગ્રંથો આજના વિજ્ઞાનપ્રધાન આધુનિક યુગમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? એટલું જ નહીં તેવા વહેમ અને અંધશ્રદ્ધાયુક્ત માનસ વડે રચાયેલા તે ગ્રંથો આજના જમાનામાં સ્વીકાર્ય પણ થઈ શકે નહીં. અમારા જીવનના રોજબરોજના પ્રશ્નોનું સમાધાન તો વિજ્ઞાન વડે થઈ શકે છે. આવી વિચારણા ધરાવતા લોકો ઘણી ભ્રાંતિમાં જીવે છે તથા અદ્ભુત અને અલૌકિક