________________
૬
“મનઃ વઝાની ક્રિયા પ્રતિસ્થાનિ ઋષતિ || ''
(ભ.ગીતા. અ-૧૫-૭) “(ઉત્ક્રમણ સમયે) પ્રકૃતિમાં સ્થિત મનસહિત છ ઇન્દ્રિયોને (જીવાત્મા) લઈ જાય છે. ઇન્દ્રિયોની અધૂરી રહેલી વાસનાની તૃપ્તિ માટે જ જીવાત્મા નવા શરીરની પ્રાપ્તિને પંથે પ્રયાણ કરે છે. આમ ઇન્દ્રિયોની અતુત વાસના જ વ્યક્તિના પુનર્જન્મનું કારણ બને છે. અંત સમયે જે જે પદાર્થની વાસના કરવામાં આવે તે તે પદાર્થની પ્રાપ્તિ માટે જીવાત્મા તે તે યોનીને પ્રાપ્ત કરે છે. તેથી જો ઇન્દ્રિયસંયમરૂપી “દમ” હાંસલ ન કર્યો હોય તો વિષયભોગની વાસના નષ્ટ નહીં થાય. વાસના અતૃપ્ત રહેતાં પુનર્જન્મ આરક્ષિત, સુરક્ષિત અને નિશ્ચિત છે. તેથી પુનર્જન્મનાં આગમનને જો અટકાવવું હશે તથા જન્મ-મૃત્યુના ચક્રને સમાપ્ત કરવું હશે તો ઈન્દ્રિયોને વિષયભોગની વાસનાથી મુક્ત કરવી અનિવાર્ય છે.માટે જ અત્રે પૂ.શંકરાચાર્યજી વિષયેઃ રવૃિત્ય' અર્થાત્ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી ઇન્દ્રિયો ઉપર નિગ્રહ કે સંયમ કરવાનું જણાવે છે. અને મોક્ષ માર્ગના પથિકને આવશ્યક એવા દમરૂપી સાધનને મુમુક્ષુની યોગ્યતા અને સુપાત્રતાનું અંગ ગણાવે છે. ઇન્દ્રિયનિગ્રહ જીવન્મુક્તિરૂપી ઇમારતનો પાયો છે. તે જેટલો મજબૂત હશે તેટલી જ ઇમારત દઢ થઈ શકશે.
મનનો સ્વભાવ છે ઈન્દ્રિયો પાછળ પ્રવાસ કરવો તેમજ ઇન્દ્રિયોનો સ્વભાવ છે વિષયોમાં આસક્ત થવાનો. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો હંમેશા પોતપોતાનાં વિષયો પ્રત્યે પ્રવાસ કરવાની અભિરુચિ ધરાવે છે. આંખ રૂપ તરફ, કાન મધુર સંગીત તરફ, જીહા વિવિધ સ્વાદ તરફ, નાક ગંધ તરફ તેમજ ત્વચા સુંવાળા સ્પર્શ પ્રત્યે જવા પ્રેરાય છે. પગ પ્રયાણાર્થે, હાથ ગ્રહણ અને ત્યાગ માટે, તેમ જ વાણી હંમેશા શબ્દોચ્ચારણ માટે થનગનતી હોય છે. આ તમામ ઈન્દ્રિયોને તેમના આવા વિષયભ્રમણમાંથી પરાવૃત્ત કરી સ્વયંના ગોલકમાં જો સ્થિત કરવામાં આવે તો જ વાસનામુક્તિના પંથે પ્રયાણ થઈ શકે. વાસના સમાપ્ત થાય ત્યારે જ જન્મમૃત્યુના ચક્રનો અંત