________________
८४
વિહાર કરવાના સ્વભાવવાળી ઇન્દ્રિયોને તેમનાં વિષયોમાંથી પાછી વાળી પોતપોતાના ગોલકમાં સ્થિર કરવાના પ્રયત્નને ‘દમ' કહેવાય છે. ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી પાછી વાળવા માટે વિવેકપૂર્વકની વિચારણા જરૂરી છે. આદિ અને અંતવાળા ક્ષણજીવી પદાર્થોમાં દોષદર્શન કરીને મનને જો દઢ વૈરાગ્યયુક્ત કર્યું હોય તો જ ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ કરવું સરળ બને છે. વિષયભોગ દુઃખની યોની છે. તથા દષ્ટિગોચર થતાં તમામ પદાર્થો અસત કે મિથ્યા છે એવું વિવેકપૂર્વક વિચારી મનને જો વિષયોમાંથી પાછું વાળી શકાય તો તેવું વિવેકી મન વિષયગમન કરતી ઇન્દ્રિયોને પાછી વાળી શકે. ઇન્દ્રિયો પાછળ જો મન ન હોય તો માત્ર ઇન્દ્રિયો પોતાના વિષયને ગ્રહણ કરી શકે તેમ નથી. મન વગરની ઇન્દ્રિયો કશું જ જાણવા સમર્થ નથી.
એકવાર સુંદર પોશાકમાં સજજ એક બહેન વરઘોડામાં જોડાવા માટે ઉતાવળે પગલે જઈ રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં ચંપલ તૂટી ગયું. ઉતાવળમાં હતાં તેથી હવે ચંપલ તૂટતાં તકલીફમાં મુકાયેલા બહેન મુંઝાયા. સમયસર વરઘોડામાં પહોંચવું હતું તેથી તાત્કાલિક ઉપાય શોધતાં તેમણે પોતાનો રૂમાલ કાઢી ચંપલને બાંધવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફેશનવાળા ચંપલ હતાં તેથી રૂમાલ બાંધવાથી પણ ચાલી શકાય તેમ ન હતું. હવે ચંપલ સંતાડીને ચાલવાનો પ્રયત્ન કરતાં કરતાં બહેન ઘડીકમાં ચંપલ સામું જુએ છે તો ઘડીમાં ફૂટપાથ પર બેઠેલા કોઈ મોચીને શોધવા આમતેમ નજર કરે છે. રસ્તા પર કોલાહલ હતો. અનેક માણસો પસાર થતાં હતાં પરંતુ બહેનનું મન તો મોચી, મોચી, મોચી એમ મોચીના નામની જ માળા જપતું હતું. એવામાં વરઘોડામાં જવા નીકળેલા એક ભાઈ સામેથી ચાલતાં ચાલતાં આવી રહ્યાં હતાં. ભાઈને જોઈ બહેને પૂછયું,“તમે પણ વરઘોડામાં જવા નીકળ્યાં છો? તે હજી કેટલે દૂર છે?” પેલા ભાઈએ ઉત્તર આપ્યો; અરે! હું તો મોડો પડયો છું. પરંતુ તમારી સામેથી જ તો વરઘોડો હમણાં પસાર થઈ ગયો. હું તો એમ માનતો હતો કે તમે વરઘોડામાંથી જ બહાર નીકળ્યા છો.” ભાઈના ઉત્તર પ્રતિ આશ્ચર્ય અભિવ્યક્ત કરતાં બહેને પૂછયું, “શું આપ સાચું કહો છો? મને તો વરઘોડાનો ઘોડો કે જાનૈયાનું ઢોલ, કંઈ જ જણાયું