________________
• • પવિની • • ચમકતા દેખાય છે. વચ્ચે વચ્ચે સંત્રીઓ એ કાણાંઓમાંથી બધું સલામત છે કે કેમ એ જોઈ લે છે.
તંબૂના મધ્યદંડની એક બાજુએ મટી ગાદી પાથરી છે. અને દંડને અઢેલીને એક તકિયે મૂકવામાં આવ્યો છે. ઉપર સુંદર ભરત ગૂંથણની ચદર બીછાવેલી છે.
ભીમસિંહ એક હાથ તકિયા ઉપર ટેકવી, બીજો હાથ બે પગના ભરેડ વચ્ચે મૂકી, વ્યાકુળ મુખને ઉપલા હાથની કોણી ઉપર ટેકવી, આંખ નીચી ઢાળી બેઠા છે. ગાદી ઉપર પડખે એમની તલવાર પડી છે. એમના પડછંદ શરીર અને ગૌરવશાળી મુખ ઉપર ક્ષત્રિ તેજ ઝળકે છે.]
[મેટું ઉચકી] પહેરેગીર !
પહેરેગીર [પશ્ચિમ તરફની ચક ઉંચકી, અંદર આવી, કુર્નિશ કરી] હજૂર!
ભીમસિંહ મને અહિં શા માટે લાવવામાં આવ્યા છે?
પહેરેગીર હું કશું નથી જાણતા હજૂર! કાજી સાહેબના હુકમથી આપને અહિં ખસેડવામાં આવ્યા છે. સાહેબે ફરમાવ્યું છે કે હજૂરને જે જોઈયે તે અમારે દેવું. કશે હુકમ, જનાબ?
૭૮