________________
સંધ્યા ઉષા નિરખતા દિગન્ત, અચ્ચે ચડું હું સ્મૃતિના ઉડન્તઃ ને બીજામાં હું તુજ રૂપ ભાળું, માતૃત્વની ત્યાં કવિતા નિહાળું: નથી ગઈબા નકી હું કહુ છું; રૂપાન્તરે સવમહીં સ્મરું છું આકાશમાં તારી અનંતતા છેઃ ને અગ્નિમાં તંજ વિશુદ્ધતા છે; નિદ્રામહીં વત્સલ ભાવ બાના ! ઉલ્લાસબાના સ્મરું સોણલામાં; દયા ઝરે માતની ચંદ્રિકામાં વસુંધરામાં બલિદાન બાનાં
આરાધનામાં સ્મરું રૂપ બાનું ! ને બા સ્મરીને પ્રભુરૂપ પામું !
૭, ૩, ૨૯ ૨૩, ૭, ૩ર.