________________
* તારતમ્ય ના ત્રાજવાં • • એ વિષે રાજપૂતોને વિચારવાપણું જ નહોતું. “કાજી, પદ્મિનીનું શિયળ ભાગતાં તમારી જીભ કેમ તૂટી પડતી નથી?” એ વાક્યમાં આર્યઅકળામણ છે. રાજપૂતોને એ વિચાર પણ અસહ્ય છે. રાજપૂતોની-હિન્દુઓની એ નિર્બળતા છે, પણ એ નિર્બળતામાં જ ખરી સબળતા સમાયેલી છે. મેં એવા પ્રેમળ વિદ્યાથીઓ જોયા છે કે જેઓની બીજા ગુંડા વિદ્યાર્થીએ ભયાનક મશ્કરી કરે છતાં પોતે કેળવવા માગે તોય તેઓની તરફ ક્રોધ કે તિરસ્કાર ન કેળવી શકે. એ અશક્તિ હોવા છતાં મૂળમાં શક્તિ છે. રાજપૂતની એ અશક્તિમાં અગત્યથી માંડીને આજ સુધીના હિન્દુ ધર્મની, હિન્દુ નીતિશાસ્ત્રની, આર્ય સમાજશાસ્ત્રની તપશ્ચર્યાની તેજસ્વીતા છુપાયેલી છે. પદ્મિનીના નિર્ણયમાં પિતાની જાતને બચાવી લેવાની
ઈચ્છા હતી, કે પોતાની જાતનું પવિનીના નિશ્ચયનું બલિદાન દેવાની તત્પરતા હતી, માનસ એની માનસ શાસ્ત્રીય અન્વેષણ
કરવી બહુ રસપ્રદ થશે. પ્રાણી માત્રમાં સંરક્ષણની સહજ પ્રવૃત્તિ હોય છે. માણસની એ સંરક્ષણની સહજ • પ્રવૃત્તિ વિકાસ પામે અને માત્ર શારીરિક સલામતીઓ છોડી, વધારે સૂક્ષ્મ એવી સલામતીઓ તરફ એ વળે, એથી વધારે વિકાસ થાય; ત્યારે સામાજીક કલ્યાણમાં પરિણમી એ લગભગ અદશ્ય થાય.