________________
• • • તારતમ્યના ત્રાજવાં • •
સહરાના રણમાં કોઈ એક માણસ સત્કર્મ કરે અને ત્યાંને ત્યાં જ મરી જાય. એનો સંદેશો લાવવા માણસ તો શું પણ પશુ, પક્ષી, વનસ્પતિ કે પ્રાણી પણ ન હોય, છતાં શ્રદ્ધા માને છે કે, એની જગતના જીવન ઉપર, અને
વ્યક્તિના હૃદય ઉપર અસર થાય છે. પરમ કલ્યાણમાં એ સત્કર્મને પણ યતકિંચિત ફાળો હશે એમ આર્યાશ્રદ્ધા માને છે. અને “વાયરલેસ” જેવી શુદ્ધ પાર્થિવ શે પણ એવી સૂમતલ શ્રદ્ધાને પરિપુષ્ઠ નથી કરતી? ભાવનાને પણ મોજાં છે. હિમાલયની ગહન ગુફામાં તપ કરતા સાધુની જગતના જીવન ઉપર અસર છે.
જેમ પાપીને મારી નાખવાથી પાપનો નાશ નથી
થતો, તેમ પુણ્યશાળાના મૃત્યુ સાથે પુણ્યનું ભાવનાને વિસર્જન નથી થતું. કલ્યાણમયી ભાવનાથી વિજય કરેલું કર્મ અફળ નથી જતું એ વિષે
આર્યોને અવિચળ શ્રદ્ધા છે. એના બળ ઉપર તે રજપૂતોનું બલિદાન રચાયું છે. એ જ શ્રદ્ધાના બળ ઉપર રૂપવતી રાજપૂતાણીઓનું ચિતાવલન મંડાયું છે. અને કોણ કહી શકે છે કે ભયંકર હાડમારીના પ્રસંગે વચ્ચે, ઝેરી લાલસાઓના પ્રબળતમ ફાડાઓ વચ્ચે ગુલામીને લીધે દીનહીન થઈ ગયેલી મનોદશામાં પણ આર્ય રમણને શિયળની અસ્પૃષ્યતા પિતાના સતિત્વના સિંચનથી