________________
• • પવિની •
પશ્વિની કલ્યાણ, મહારાણા !
કેદારનાથ મહારાજ, નીચે ચિતોડના બાકી રહેલા સર્વ રાજપૂતે એકઠા થઈ ગયા છે, અને આપની આજ્ઞાની રાહ જુવે છે.
લક્ષ્મણસિંહ ચાલે, મંત્રીશ્વર.
[ બન્ને કાંગર પાસે જાય છે. એક પછી એક રાજપૂતાણીઓ મહાદેવને પ્રણપાત કરી ચિતાચોકમાં ઝંપલાવે છે. પડતાં પડતાં “મહાદેવીને જય ! ” “દેવી. ચતુર્ભુજાનો જય ! ” એવા જયનાદ કરે છે. બીજી બાજુ રાજપૂતાણીઓ તેઓની ઉપર કેસર કંકુ ઉડાડે છે; અને જયકાર ઝીલી લે છે.
કિલ્લા ઉપર ધસારો થાય છે, એવા સ્પષ્ટ અવાજે આવે છે. યવનોના વિજયષ ગગનમાં ગાજી રહે છે.
મહાદેવી ધીમે ડગલે મહારાણા અને મંત્રીશ્વર વચ્ચે જઈ ઉભાં રહે છે. ] - કેસરભીનાં રાજપૂત ! આજે આપણે કેસરિયાં કર્યા છે. જીવ્યા મર્યાના જુવાર કરી રાજપૂતાણીઓની વિદાય લીધી છે. ચિતેડમાં હવે
૧૫