________________
• • • પદ્મિની • • •
લક્ષ્મણસિંહ મંત્રીશ્વર ! બ્રહ્માની આ મનમોહન કળાને, જીવતા જાગતા આ સ્વતંત્ર આત્માઓને ચિતામાં હેમતાં કાળજું કરે છે.
પદ્મિની એને વિચાર તમારે કરવાનું નથી, મહારાણા! આપ હવે સુખે રણમાં સિધા. રાજપૂતે બાપદાદાની ભૂમિ રક્ષિ જાણે છે, તે રાજપૂતાણીઓ કૂળની કીતિને નિષ્કલંક સાચવી જાણે છે. અને રાજપૂતોને સ્વર્ગવામાં પણ એકલું છે ગમે, મહારાણા ? પ્રાણપતિઓ પહેલાં અમે સ્વર્ગને આરે પહોંચી જઈશું અને પારિજાતના પુષ્પોની વિજયમાળાઓ ગૂંથી તેઓની રાહ જોશું !
લક્ષ્મણસિંહ દેવીએ ! અમને આશીર્વાદ આપે કે અમારાં ધડ જાય પણ ધર્મ ન જાય. માથાં ધૂળમાં ખરડાય પણ કીર્તિ નિષ્કલંક રહે. અને અમારી રાખમાંથી રાજપૂતોની પુનઃ પ્રતિષ્ઠાને ગગનચુંબી ગુંબજ ખડે થાય.
[ ફરી પ્રણિપાત કરે છે. ]
૧૨૪