________________
• • • • પધિની • • • • ન થયે. જેમ જેમ આહુતિઓ અપાતી જાય છે, તેમ તેમ ચંદ્રની જીભ જેવી જ્વાલાઓ વધારે ને વધારે વ્યાકુળ બનતી જાય છે.
[સભા ખંડમાંથી રાણા ભીમસિંહ બહાર નીકળે છે, અને એક પાષાણ સ્તંભ પકડી ઉભા રહે છે. એમનું મેટું કરમાઈ ગયેલું છે. એમણે કેસરિયા વાઘા ઉપર બખ્તર સર્યું છે, અને કેડ ઉપર તલવાર લટકે છે.]
અરાવલીની એ અસંખ્ય ટેકરીઓ! તમે ધસી આવે મારી ઉપર ખડકાઈ ખડકાઈને એક એ ડુંગર રચી ઘી, કે પ્રલયના પૂર પણ એને ખેદી મને બહાર ન કાઢી શકે ! ભગવતિ વસુધરે મોઢું ઉઘાધિ મને કોઈ એવા ગતમાં... ...ઓહ ! ઓહ! આંખે અંધારાં આવે છે, અને જાણે આખું કાળચક ફરતું હોય... ...........[ ફસડાઈ પડે છે.]
દેવી ! પધિની ! તમને આ શું થયું ? [ એકદમ દોડે છે, અને પવિનીનું માથું ખોળામાં લઈ પવન નાખે છે. ] મહારાણી! તમને આ શું થયું? ભગવાન એકલિંગજી ! આ કસોટી શા માટે?
[ પદ્મિની પડખું ફેરવે છે. તે
- ૧૦૬