________________
• • • • પશિની • • • •
[ કાજી જાય છે. રાણા બેફામની માફક આમતેમ આંટા મારે છે. બહારથી કઈ મેટ કાફલો ચાલ્યો આવતો હૈય, એ અવાજ આવે છે. થોડી વારે પાલખીની ઘંટડીઓને અવાજ સ્પષ્ટ થાય છે.]
ભીમસિંહ આ અવાજ શાને ? પદ્મિનીનું સરઘસ તે આવી નથી પહેચ્યું ને ? [પૂર્વ તરફની ચક પાસે જાય અને છે તડમાંથી બહાર જુવે છે. ત્યાંજ ઉભા ઉભા ] હા, એજ પાલખીઓની લાંબી હાર અરાવલીની ખીણમાં થઈને ચાલી આવે છે. આગળ સુનેરી પાલખી છે. અને મને બાંધેલી ઘંટીઓ ગાજી રહી છે. અહા; કુળકીતિને કલંક લગાડવા તેઓ કેટલા ઉત્સાહભેર ચાલ્યા આવે છે. અરાવલીની ટેકરીઓ આગળ ધસી આવી તેની ઉપર ફસડાઈ કેમ નહિ પડતી હોય ? ધરતીમાં ઊંધ ફાડ પડી, એમને ઓહિયાં કરી જઈ પાછી બીડાઈ કેમ નહિ જતી હોય ? ખલાસ ! ખલાસ !! બધું ખલાસ ! ! ! ભીમસિંહ, રાજપૂતેનું પુણ્ય પરવારી બેઠું.
[ અસ્વસ્થ થઈ આંટા મારવા લાગે છે. ]
૮