SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ બીજુ સામેવાળ લેકે સંઘમાંથી માગશર વદ દશમ પર આવવાના છે, ત્યાં સુધી હરકત નથી.” આ કાગળને જવાબ તથા ખંભાતથી લખેલ કાગળને પહોંચ્યાને જવાબ તરત વળતી પિસ્ટમાં લખજે કે અમારા જીવને વિકલ્પ થાય નહીં. જેમ નિરુપદ્રવથી કામ સિદ્ધ થાય તેવી ગોઠવણ કરવાની છે.” “ભાઈ હેમચંદને માલમ થાય જે-ઉપર લખેલી સર્વ હકીકત વાંચીને વાકેફ થજો ને જેમ પરિણામે જ્ઞાનવૃદ્ધિ થાય તેમ કરજે. તમે તે સમજુ છે તમને કંઈ ઘણું લખવું પડે તેમ નથી. જેમ શાંતિથી કામ સિદ્ધ થાય તેમ વર્તવું. અન્ને તરફની કશી ફીકર તમારે રાખવી નહીં. જેવો અવસર હશે તેવું સર્વે સુખી થાય ને ધર્મને શ્રેષ ના થાય તે વિચાર ગોઠવણીથી કરશું. ' તમે જેમ આતમ-સાધન રૂડી રીતે થાય તેમ વર્તો. - અમે જેમ તમારું કામ સિદ્ધ થાય તેમ અમારૂં સાધન જે રીતે બનશે તે રીતે કરશું.” વિ. સં. ૧૯૪૭ પોષ સુદ ૧૨ બુધવારે રાધનપુરથી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. (બાપજી મ.) શ્રી એ હેમચંદભાઈ (પૂ. આગમે. શ્રી સંસારપક્ષે) ને લીંબડી લખેલ પત્ર, ૧૩ શ્રી પાર્શ્વનાથજી પ્રણમ્ય સ્વસ્તિ શ્રી રાધનપુરથી લી. મુનિ સિદ્ધિવિજયજી તથા થતુરવિજ્યજી તથા ચારિત્રવિજયજી શ્રી લીંબડી નગર મળે લજજાળુ દયાળુ ધર્માભિલાષી શ્રદ્ધા વિવેક માધ્યસ્થ સુશ્રાવક હેમચંદ મગનલાલ જેગ દુષ્ટ કર્મો છેદક ધર્મલાભ પહોંચે. શ્રી અત્રે દેવ ગુરુ પસાયે સુખ વર્તે છે, તેમ તમને સુખ વત્તે. વિશેષ અમે આજ દિને અત્રે આવ્યા છીએ અને તમારે પત્ર પણ મલે છે. વાંચીને પરમ સુતેષ પ્રાપ્ત થયો છે.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy