SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ STAVEARS ભકિત કરનાર પૂર્ણ રીતે ભક્તિ કરે પણ ભક્તિ લેનારાએ ખૂબ સાવચેતી કેળવવી જરૂરી છે ! આપણી અંતરની વાસના વૈરાગ્ય-વૃત્તિને કબજે ન લઈ લે તે અંગે ખૂબ સાવચેત રહેંવું ઘટે.” પૂજ્યશ્રીએ કહ્યું કે “ભાઈ ! સંયમ એટલે અનાદિકાલીન સંસ્કારે કે જે મન-વચનકાયાના માધ્યમથી પ્રકટે છે. તેનું નિયંત્રણ કરવા માટે ગુરુનિ માએ પ્રભુ શાસનની વફાદારી કેળવવા પ્રયત્ન ! તે માટે સહનશીલતા અને સમર્પણ ભાવ એ મુખ્ય વસ્તુ છે. ” વધુમાં સાધુ જીવનની કેટલીક સામાચારીઓને નિર્દેશ જયણાપ્રધાન જીવનની મહત્તા વગેરે પર પ્રકાશ પાથરવા સાથે પૂજ્યશ્રીએ કર્યો. સુદ ૪ ના દિવસે પૂ. ઉપા. શ્રી વીરવિજયજી મ. કૃત ૬૪ પ્રકારી પૂજામાંથી મોહનીય કર્મનિવારણ અષ્ટ પ્રકારી પૂજા સવારે ૯ વાગે શરૂ થઈ તેમાં વાયણાના હિસાબે શરૂની ચાર પૂજામાં પૂ ચરિત્રનાયકશ્રી પોંચી ન શક્યા પણ ઝડપથી વાયણ પતાવી ૧૦ વાગે દેરાસરમાં ઉપસ્થિત થયા ત્યારે પાંચમી દીપક પૂજા ચાલતી હતી “જગદીપકની આગળ રે દીપકને ઉદ્યોત” તેને પ્રવ પદ તરીકે તેજે તરણિથી વડે રે, દેય શિખા દીવડે રે ઝળકે કેવળ જયોત એ શબ્દો પૂ. ચરિત્રનાયકશ્રીને મનમાં ખૂબ વસી ગયા. પ્રભુજી! આપ તે તરણિ-સુય કરતાં મહાન છો ! તેઓએ દેશવિરતિ-સર્વ વિરતિ બે શિખાને દીપક દર્શાવ્યું છે. જેનાથી કેવળજ્ઞાનની જાત ઝળકે. આ રીતે તેના અર્થ_ચિંતનમાં ઊંડા ઉતરી આખી પૂજા ખૂબ ઉલ્લાસપૂર્વક ઝાંઝના તાલ સાથે તેમના હૈયાના તાલ બેરવા માંડ્યા અને “ખરેખર ! મારા પુણ્યને ઉદય કે મને આ પ્રભુ શાસન મળ્યું છે. હવે હું તેનો સ્વ-પર કલ્યાણકારી આરાધના જરૂર કરી લઉં.” આદિ વિશિષ્ટ-ભાવનાઓથી પૂ. ચરિત્રનાયકશ્રી પૂજાના અર્થમાં તરબોળ બની ગયા. પછી છઠ્ઠી પૂજામાં “વીર કને જઈ વસીએ ચાલોને સખિ!” એ પદ દ્વારા પિતાની વીતરાગ-પરમાત્માની સર્વવિરતિ આજ્ઞાને સ્વીકારી પ્રભુ પાસે નજીક રહેવાની વાત પૂ. ચરિત્રનાયકશ્રીએ હૈયામાં ગોઠવી. પછી અક્ષતપૂજા જિનની કરતાં અક્ષય મંદિર વસીએ” પૂ. ચરિત્રનાયકશ્રી આ કડીને પ્રચલિત અર્થ ગૌણ કરી એ ભૂમિકાએ પહોંચ્યા કે આ ટોટિંણીમાં હારીક geo - - -
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy