________________
જિક 288 [br
પ્રભુની અક્ષત અખંડ સંપૂર્ણ પૂજા કરી! તેઓની આશા સર્વવિરતિરૂપ ચારિત્ર સ્વીકારવાની, તેને અમલમાં મૂકીએ તે અક્ષય મંદિર સિદ્ધિગતિ તુર્ત મળે માટે ચાર કર્મોના કારમા બંધનથી છૂટવા પ્રભુની સર્વવિરતિરૂપ થારિત્રની આજ્ઞાન યથાશય સંપૂણ સ્વીકારની ખાસ જરૂર છે.”
આદિ ચિંતનમાં છઠ્ઠી પૂજા કયારે પૂરી થઈ? તે પૂ. ચરિત્રનાયકશ્રીને ખબર ન રહી કાવ્ય-મંત્ર બોલાઈને થાળી ખણખણી ત્યારે પૂ. ચરિત્રનાયકશ્રી શુભ વિચાર-નિદ્રામાંથી જાગૃત થયા.
પછી સાતમી પૂજામાં “મળીને વિછડશે નહીં કેય રે” એ પદ પર વિચારતાં પૂ. ચરિત્રનાયકશ્રી ઊંડા ઉતરી ગયા.
આ સંસાર કે ક્ષણ ભંગુર ! સંગ-વિયોગની ઘટમાળ સતત ચાલુ.”
મારે આ ઘટમાળ થંભાવી દઈ શાશ્વત આત્મ સુખની અનુભૂતિ મેળવવી છે, તે માટે પરમાત્મા જે મારી પાસેથી જુદા ન પડે એટલે સતત હું તેમની આજ્ઞામાં રહું તો આશાના માધ્યમથી પ્રભુજી સતત મારા હૈયામાં રહ્યા ગણાય !
વાહ ! વાહ! પ્રભુજી! આ ! પધારે! મુજ મન મંદિરીયે ! તમારી આજ્ઞાનું પાલન દ્વારા મારી જાતને પાવન બનાવું!
આદિ વિચારધારાએ એવા ચઢયા કે અચાનક તબલાની થાપે જાગ્યા અને પૂજાના શબ્દો કાને પડયા કે
વે ન જડે, સંસારી ડે, નિવેદી ચઢશે નહીં છાંય રે.”
અરેરે ! હે પ્રભુ! વેદનો ઉદય કે કાર ! મળેલ ચિંતામણિ-રત્ન જેવો સંયમ ગુમાવી દેવાની સ્થિતિમાંથી પસાર થયે”—આદિ ચિંતનમાં માનસિક પશ્ચાત્તાપ ખૂબ થ
પણ પાછું પૂજામાં આવ્યું કે
અબ તું સ્વામી મળે, નરભવ જ ફળે, નૈવેદ્ય પૂજા ફળદાય.”
પૂ. ચારિત્રનાયકશ્રી પ્રભુ-શાસનની પ્રાપ્તિ થવા પામી છે, તેના ઉમંગમાં પુનઃ ભૂતકાળની થયેલ ભૂલ પરથી ભવિષ્યને સુધારી લેવાની શિષ્ટ પુરુષની રીતિ-નીતિ મુજબ કલ્યનિષ્ઠા વિનાના પશ્ચાત્તાપથી કંઈ ન વળે” સૂત્રને અનુસરી પ્રભુના ચરણે ભાલ્લાસ ભર્યો નમસ્કાર કરી. શરણાગતિ ભાવ વ્યક્ત કર્યો.