SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ SES VÊTEMAS ચિત્રા કરીને નીચે આવ્યા પછી મગન ભગતે જમવાનું પતાવ્યા બાદ રાત્રે પ્રતિક્રમણ પછી પૂ. ચરિત્રનાયકને વાત કરી કે “તરણતારણહાર શ્રી સિદ્ધગિરિની સ્પર્શના કરી તે બાળબ્રહ્મચારી બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુને પણ ગિરનાર જઈ ભેટી આવે તે સંયમને માર્ગ મોકળો બનશે.” પૂ. ચરિત્રનાયકને નાનપણથી જ શ્રી નેમિનાથ પ્રભુ પર વધુ ભાવ હોઈ “ભાવતું'તું ને વૈધે કહ્યું.” તેવી આંતરિક-પ્રસન્નતાપૂર્વક તૈયારી દર્શાવી. મગન ભાઈએ કહ્યું કે –“બેટા હેમુ! હવે હું અહીં વધારે સમય ગાળીશ તે ઘરે ધમાલ ફરી ઉપડશે માટે લે આ વાટખચીને પૈસા ! બીજા જ્યારે જોઈએ ત્યારે મંગાવજે! પણ હું અહીંથી હવે સીધે કપડવંજ જઈશ. તું નિરાંતે ચઢતે-ઉમંગે જૂનાગઢ જઈ ગિરનાર તીર્થને ભેટી શ્રી નેમિનાથદાદા પાસેથી અપૂર્વ બળ મેળવી સંયમપંથે ગુરૂઆજ્ઞા પ્રમાણે ધપજે!” અહીથી જૂનાગઢ માટે અમરેલી થઈને જવું પડે તે હું બજારમાં જઈ સાંઢણીની * વ્યવસ્થા કરી આવું. અમરેલીમાં તે સાંઢણીવાળો જૂનાગઢની સાંઢણી કરી આપે તેવી ભલામણ કરીશ જ !” ગભરાઈશ નહીં ! શાસનદેવ બધું સારું કશે !” કહી મગનભાઈ પાલીતાણા બજારમાં " જઈ સાંઢણીવાળાનું નકી કરી આવ્યા. ભાગ્યગે તે સાંઢણીવાળાના કાકા અમરેલી રહેતા હતા, તે એમ આવી સાંઢણીઓથી મુસાફરી કરાવવાનું કામ ભાડેથી કરતા હતા. * એટલે મગનભાઈ એ પાંચ રૂપિયા વધારાના આપી “પિતાને દીકરા કાળજાની કેર જેવ” છે. જરાય તકલીફ ન પડે તેની પૂરતી ભલામણ સાથે સાંઢણીવાળા મારફત ઠેઠ જુનાગઢ સુધીની પાકી તજવીજ કરી. સાંઢણીવાળાને સાથે લઈ ધર્મશાળાએ આવી પૂ. ચરિત્રનાયક સાથે વાત કરાવી દીધી. સાંઢણીવાળા પણ સારે ભદ્ર પ્રકૃતિને માણસ હતો જેથી સાંઢણીવાળાએ મગનભાઈને ધરપત આપી કે- “મારા દીકરાની જેમ ખૂબ સાચવીને લઈ જઈશ અને જૂનાગઢ પહોંચાડવાની પાકી પાઠવણ કરીશ”—આદિ. મગનભાઈએ પૂ. ચરિત્રનાયકને અમરેલી રાત રહી બીજે દિ' જુનાગઢ જવાની ભલામણ કરી. મારા. સુ. ૨ ગુરુવારે શુભ ચોઘડીયે ૭ નવકાર ગણું પિતાના હાથે કંકુ-ચોખા કરી પૂ. ચરિત્રનાયકને હરખભેર અમરેલી તરફ વિદાય કરી પોતે પાલીતાણથી કપડવંજ તરફ રવાના થયા. - A
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy