________________
AT HUNTEMRE
પૂ. ચરિત્રનાયકશ્રીને સૂતેલા જોઈ જગાડ્યા અને તેણે માર્યો કે ક ભાઈ! દીક્ષા છેડી! પણ સામાયિક-પ્રતિકમણ આદિ બધું મુકી દીધું !”
પૂ. ચરિત્રનાયકશ્રીએ ધીરતાપૂર્વક દઢ સ્વરે જવાબ આપે કે-“ભાઈલા ! છોડયું નથી પણ છૂટી ગયું છે, પણ હવે બધું મજબૂતાઈથી પકડવાનો છું કે જે કદી નહીં છૂટે.”
આ જવાબથી છનાભાઈ જરા ડઘાઈ મૌનપૂર્વક ચાલ્યા ગયા. પણ મગન ભગતને આશાસ્પદ આ શબ્દો સાંભળી હૈયામાં ખૂબ આનંદને અતિરેક થ.
પૂ. ચરિત્રનાયકશ્રીએ જલ્દી કપડાં બદલી સામાયિક લીધું. પ્રતિક્રમણ કર્યું. હા વાગે પિતાજી સાથે શ્રી મહાવીર-પ્રભુના દહેરે જઈ મગન ભગતને આશ્ચર્ય પમાડે તેવી ધીરતા અને ઉલાસપૂર્વક પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂજા કરી.
પૂજા કરીને નવ વાગે વિદ્યાશાળાએ આવ્યા.
પૂ ચરિત્રનાયકશ્રીએ પિતાજીને ધીરેથી રાતની બધી વાત કરી અને આંખમાંથી ટપકતે આંસુએ પોતાની બધી ભૂલ સ્વીકારી હવે મકકમતાપૂર્વક ચરિત્રન પચે જવાની પૂર્ણ તૈયારી દર્શાવી.
ચારિત્ર ન મળે ત્યાં સુધી મારે છ વિગઈ ત્યાગની ભાવના પણ પ્રદર્શિત કરી.
મગન ભગત તે રાજીના રેડ થઈ ગયા, છેવટે સૂતેલ અંતરાત્મા જાગૃત થયે અને મારા કુળને અજવાળશે જરૂર ! એમ ધારી પિતે સિદ્ધિવિજયજી મ. પાસે જઈ બધી વાત કરી.
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. કહ્યું કે-“ભગત! અવસર ચૂકવા જેવો નથી! પરિ. ણામની ધારા ઉલ્લાસાયમાન હોય ત્યારે તક ઝડપી લેવાથી વિશિષ્ટ પરિણામ આવે છે.”
“મટે તુર્ત તમે લીંબડી જાઓ! પૂ આગમપ્રજ્ઞ ગીતાર્થ મુનિ શ્રી ઝવેરસાગરજી મ. પાસે તાબડતોબ તમે લઈને જાઓ ! અને શાસનદેવની સ્મરણ સાથે ડંકે વગાડે ! ઢિીલ ન કરો !”