SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Iિn 2.820220 પૂ. સુધમાં સ્વામીજી મે, ની દેશના સાંભળી વૈરાગ્ય વાસિત થવાના પ્રસંગથી માંડી કેટના દરવાજામાંથી અચાનક છૂટેલ તોપના ગોળાથી પિતાને થયેલ બચાવ, તે પરથી આયુની અસ્થિરતાનું ભાન, તે પરથી જંબુસ્વામીજીએ પાછા વળી ચોથા વ્રતની લીધેલી બાધા, ઘરે આવી માતા-પિતાને વિવિધ રીતે સમજાવટ, છેવટે માતાપિતાનું મન રાખવા ખાતર ઘેડેથી ઊતરી સીધા દીક્ષા લઈશ એ શરતે લગ્નના ઘોડે ચડવું ) વગેરે એક પછી એક પ્રસંગથી પૂ. ચરિત્રનાયકશ્રીન સુષુપ્ત-આત્મા ચેતનવંતો બની જાગૃત થવા લાગ્યો. પછી આઠ કન્યાઓની આગ્રહભરી વિરાપ્તિ, તેઓને જ બૂસ્વામીજીની મધુબિંદુ આદિ છાતેથી સંસારની ભયાનકતા ની સમજાવટ, તે વખતે પ્રભવસ્વામીનું ૫૦૦ ચેરે સાથે આવવું, પિતાની અવસ્થાપિની-વિદ્યાની અસર જંબુસ્વામીજી અને આઠ સ્ત્રીઓ પર ન થઈ તે પરથી ચકિત બનેલ પ્રભવસ્વામીજીની સંસારમાં રહેવા માટેની તકભરી દલીલની રજુઆત, તેના જંબુસ્વામીજીના સચોટ જવાબે, જેથી આ સ્ત્રીઓ અને ૫૦૦ ચોરોને પ્રતિબંધ- ઉપરાંત આઠ કન્યાઓના માતા-પિતા અને પિતાના માતા-પિતા સાથે જ બૂસ્વામીજીને પ૨૬ પુણ્યાતાઓ સાથે દીક્ષાને સ્વીકાર” આ બધા પ્રસંગોથી ૫ ચરિત્રનાયકશ્રીના હૈયામાં ઊંડે છૂપાઈ રહેલ વૈરાગ્યને રંગ જાગૃત થયે અને પોતે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. અને મગન ભગતની સાચી સલાહ અવગણ ઉપાશ્રયે ન રહી ઘરે રહ્યા, કેવી ભયંકર ભૂલ કરી ? ચારિત્રથી પતિત પોતે બન્યા? વગેરે ભૂલે વીંછીને ચટકાની જેમ સાલી રહી. ચોધાર આંસુના પ્રવાહથી સર્વથા કલિ-કલ્મષને જોઈ નાંખી સ્વસ્થ બની હવે અહીંથી સીધા જ્ઞાની–ગુરુના ચરણોમાં જીવનનું સમર્પણ કરી કરેલ–થયેલ ભૂલોનું તીવ્ર વૈરાગ્ય અને જ્ઞાનાભ્યાસ તથા શાસન પ્રભાવનાથી પરિમાર્જન કરવાને સુદઢ નિર્ધાર કર્યો. મોડી રાત્રે અઢી વાગે નિદ્રાધીન બન્યા. વહેલા સૂઈ ગયેલ મગન ભગતને આ પરિ. વર્તનની કંઈ જાણ નહીં, તેથી પિતે સવારે ૪ વાગે ઊઠી રાઈ-પ્રતિક્રમણ વખતે ચરિત્રનાયકને ઊઠાડવાની ઈરછા છતાં અંતરના પરિણામેની પૂરતી જાણકારી પિતાને ન હેઈ કદાચ આમન્યાભંગ થાય એમ વિચારી ઉઠાડ્યા નહીં. પિતાનું પ્રતિક્રમણ કાઉસગ વગેરે પતાવી સામાયિક પાણી દા વાગે પિતે નિવૃત્ત થઈ કપડાં બદલી રહેલ તે સમયે પૂ. ચરિત્રનાયકશ્રીના ખાસ બેઠકીયા તરીકે પ્રેમાળ સ્વભાવના છનાભાઈ આવ્યા.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy