________________
- ઈ
SES UDVIVEIRSI
श्री वर्धमानस्वामिने नमः
૨ પ્રકરણ-૪૩ , ચરિત્રનાયકની પુન:જાગૃતિ
દીક્ષાના પંથે પ્રયાણ મગન ભગત ચરિત્રનાયકને દાગીના સમારવાના હિરાબે અમદાવાદ લાવી સેનીને ત્યાં દાગીના આપી રાત્રિવાસ માટે વિદ્યાશાળા-ઉપાશ્રયે સામાયિક-પ્રતિક્રમણાદિ ગુરુનિશ્રાએ થાય તે હિસાબે આવ્યા.
મગન ભગતે વિદ્યાશાળામાં ચાતુર્માસ બિરાજમાન પૂ. મુનિ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીની પાસે ધાર-આંસુએ બધી વિગત રજૂ કરી.
ચરિત્રનાયક પિતાની સાથે છે! પણ આપની પાસે આવતાં શરમાય છે, વગેરે કહી પોતે પૂ. ગુરુદેવ સાથે પ્રતિક્રમણ કર્યું.
પ્રતિક્રમણ પછી વિદ્યાશાળા-ઉપાશ્રયમાં નીચેના હેલમાં સૂઈ જવાનું રાખ્યું.
ત્યાં અવારનવાર શ્રાવકો સામાયિક કરતા, તેથી સામાયિકમાં વાંચવાનાં ધાર્મિક પુસ્તકો સાપડા પર હતાં.
મગન ભગત તે સાત નવકાર ગણી સાડા નવ વાગે આરામ કરી નિદ્રાધીન બની ગયા.
પણ ચરિત્રનાયકશ્રી વિદ્યાશાળા અને તે વખતના સંયમી-જીવનની સ્મૃતિ થવાથી કંઈક વિચારોના ચકાવે ચઢયા અને નિદ્રાદેવી રીસાઈ ગઈ.
પડખાં ઘસવા છતાં નિદ્રાદેવી પધારી નહીં એટલે બેઠા થઈ દીવાને ઉપગ કરી જતાં ત્યાં રહેલ ધાર્મિક પુસ્તકોમાંથી શ્રી જબૂરવામીજીને રાસ હાથે ચઢયો.
તે રાસ સુંદર, સરળ ગુજરાતી ભાષામાં હાઈ હૈયું હળવું કરવાના ઈરાદે કુતૂહલથી વાંચવાની શરૂઆત કરતાં જ ધીમે ધીમે પૂ. ચરિત્રનાયકશ્રીને આત્મા પરથી મેહના આવરણે ઓગળવા માંડ્યાં.