SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ Terud ભગત! મારા વડિલ પૂજ્ય શ્રી સિદ્ધિવિજયજી મ શ્રીએ જે કર્યું તે બરાબર ! બાકી બેરજથી લાવી જાહેરમાં રજુ કર્યા તે જ ઉચિત ન હતુર ભાવી, હવે તમને માનસિક-સંતાપ થાય તે સહજ છે. તમારા આવા ધાર્મિક-કુટુંબમાં આવી ઘટના થાય, તે તમને ભારે મનઃશલ્ય રૂપ જ થાય. પણ તેની જન્મકુંડલી મારા ધ્યાનમાં છે. માસું વીતવા દે ! પોષ મહિનાની વદ ૧૧ આવશે કે તુર્ત તેના માનસને પલટ થશે! પુનઃ પ્રભુશાસનના પંથે મક્કમ પગલાં ભરશે! મહાન શાસન-પ્રભાવક થશે! જરા પણ ચિંતા ન કરશે” આદિ. મગન ભગતે આ રીતે જોશી પાસેથી માહ મહિને રોગ શુભ થવાની વાત છે જાણેલ, તેનું સમર્થન પૂ શ્રી ઝવેરસાગરજી મ. ના પત્રમાં પણ જાણવા મળ્યું. વધુમાં તેમાં એક દિવસ કારતક વદ ૧૧ પછી વળતાં પાણી થવાની વાત જાણી ખૂબ આનંદિત થયા. આ બાજુ ચરિત્રનાયકના જીવનમાં અંગારા પર રાખ ફરી વળે તેમ વૈરાગ પર આવેલા આવરણની પ્રબળતાથી સંસારી કાર્યો કરવાની વધી રહેલ ચીવટ-તમન્નાને મગન ભગત અવારનવાર માર્મિક-ઉપદેશ દ્વારા સંસારની વિષમતાનાં પ્રત્યક્ષ ઉદાહરણે દ્વારા સમજાવતા લેણદારે ના અટપટા દસ્તાવેજો, બાકી–પત્રના અટપટા હિસાબે, હિસાબી-આંટીઘુંટીના કાગળ, ચપડાઓને ખડલે ચરિત્રનાયકના સામે કરી મગન ભગત ચરિત્રનાયકને ગુંચવાડેકંટાળે ઊભું કરવા મથતા પરિણામે ચરિત્રનાયક ગુંચવાતા પણ ખરા. તે વખતે અવસર જોઈ માન ભગત વિશિષ્ટ માર્મિક-શૈલિથી ઉપદેશ દ્વારા ચરિત્રનાયકના હૈયામાં છુપાયેલા વૈરાગ્યના રંગને અંગારા પરથી રાખ ખંખેરવાની પદ્ધતિએ પુનઃ જાગૃત કરવા અચૂક પ્રયત્ન કરતા.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy