________________
Wિidtkte
|| શ્રી વર્ધમાનસ્વામિને નમઃ || પ્રકરણ : ૪૧
A કર્મની વિષમ–પરિણતિને
અજબ પ્રભાવ આત્માના અનંત જ્ઞાનાદિ-ગુણે પર હલ્લે મચાવનાર ક્રૂર કુટિલ કર્મ રાજાની અજબ-થપાટોથી ભલભલા ચકવતી જેવા માધાતાઓ પણ હીન બન્યા છે.
માત્ર પ્રભુ-શાસનની મર્યાદાઓને અણીશુદ્ધ પાળનાર મહાસંયમી જ કાતિલ કમરાજાના પણ દાંત ખાટા કરી શકે છે.
પણ ચરિત્રનાયક નાની-ઉમરમાં દીક્ષા-ચારિત્ર લેવાના અદમ્ય ઉત્સાહ છતાં જ્ઞાનીમહાપુરુષોના ચરણોપાસનાથી મળતી આદર્શ વિવેકનિષ્ઠાની ખામીથી લૌકિક-રીતે એક-બીજાને પછાડવાની મલિન વિચારધારામાં અટવાઈ સંસારી-સસરાને પાછા પાડવાની અને સંસારી પત્નીને સમજાવી પિતાને સંયમમાર્ગ ચેખ કરી લેવાની' ધૂનમાં આચાર-નિષ્ઠાની વાડ ઓળંગી જવાના પરિણામે અત્યંત વિષમપરિસ્થિતિમાં મૂકાઈ ગયા.
હવે તે કર્મરાજાને કારમે પંજે વધુ ને વધુ મજબૂત થવા લાગે.
પરિણામે પર્વાધિરાજ પજુસણમાં ઉપાશ્રયે જવાની વાત ભૂલી જઈ વાસનાઓના ચકાવે ચઢી શ્રાવક-જીવનને ન છાજે તેવા પંથે ચઢી ગયા.
ભાઈબંધે પણ તેવા મળી રહ્યા, જેથી તેમની વાસનાઓ અજબ રીતે ચમકી રહી. સંવત્સરી પ્રતિક્રમણ કલાજે કર્યું પણ અંતરનું હૈયું વિકારી-વાસનાથી ભરપૂર રહ્યું. સંસારી-પ્રવૃત્તિઓમાં રતિ વધવા લાગી. મગનભાઈ ભગત અને જમનાબહેન હવે ઝરવા લાગ્યાં કે– “આ શું?” કાશીના પંડિતોએ આ બાલકના ગ્રહોને કે સુંદર ફળાદેશ કહેલ. એ બધા શું ભ્રામક?
ગામમાં પ્રસિદ્ધ અગ્નિહોત્રી બ્રાહ્મણ પં. સુખદેવ શર્માને ફરીથી જન્મપત્રી બતાવી. પંડિતજીએ ખૂબ ધારીને જોઈને કહ્યું કે
ટીમ જાહેર થી કે