________________
સંસારી-પત્નીએ હાવભાવપૂર્વક ચરિત્રનાયકને કહ્યું કે
દીક્ષા પાળવી હતી તે અપાસરે રહેવું તેને અહીં ઘરે કેમ આવ્યા? માટે બધા ઢાંગ છેડો ! અને મારી તરફ નજર નાંખી મારા જીવતરમાં પડતી ધૂળ અટકાવે.”
“તમે મારે હાથ પકડયો ? ને મને રઝળતી મૂકી નિકળી ગયા." આદિ કહી આંખમાંથી આંસુ ટપકાવી સ્ત્રીચરિત્ર કરવા માંડ્યું. પરિણામ જે આવવું હતું તે આવ્યું.
ધીરતા સંયમની પાળ તે ક્યારની હડી ગઈ હતી, મર્યાદાઓના પાલનની કાંટાળી વાડ પણ હઠી ગઈ હતી.
. છેવટે શ્રા. વ. ૧૧ ના ગેઝારા એ દિવસે કર્મરાજાએ ભાવી–મહાપુરુષને પણ થપેટ મારી ગબડાવી દીધા.
- સાધુ-વે એક બાજુએ મૂકી સંસારી કપડાં ચરિત્રનાયકશ્રીને સંસારી-પત્નીના મોહઘેલાં વચનોથી સ્વીકારી લેવાની દૂર કર્મરાજાએ ફરજ પાડી.
મગનભાઈ ભગતને આ સમાચારથી ભયંકર વાઘાત થયો આખા ગામમાં હો-હા મચી ગઈ
બધાને એમ લાગ્યું કે મર્યાદાનું પાલન કેટલું જરૂરી છે?
આચાર-નિષ્ઠાની મર્યાદાઓનું દ્રવ્યથી પણ પાલન ભયંકર કર્મના ઉદયન ઝંઝાવાતથી બચાવનાર બને છે.
ચરિત્રનાયકની માતાને પણ કામ અસહ્ય આઘાત લાગે કે “મારી કૂખે જન્મી આ શું કર્યું?
અમારી ઈજજત પર પાણી ફેરવી નાંખ્યું.”
એક જ ઘરમાં રહેવું અને આવા અસહ્ય વાતાવરણમાંથી પસાર થવું એ જમનાબહેન માટે ખૂબ અસહ્ય બન્યું, પણ છેવટે ર્મળાં હૈિ વિવિત્રા અતિ ન્યાયે માંડ પરાણે મન મનાવ્યું.
જી આપવામાં નહિ
Bી ચરિત્ર |