________________
s,
iti
-
2
ફરીયાદ પક્ષના વકીલે કહ્યું કે
માય લે ! દીક્ષિત થનાર વ્યક્તિ કુંવારી નથી. પરણેલ છે. સવા વર્ષની પરણેતર ઘરમાં છે, તેની જુબાની લઈ જુઓ ! તે પરથી આપને પરિસ્થિતિને સાચે તાગ મળશે.
માણેકબહેન (ચરિત્રનાયકના સંસારી પત્ની) થરથર ધ્રુજતા સાક્ષીના પાંજરામાં ઊભા રહ્યા. કદી કેર્ટ જોયેલી નહીં એટલે ગભરાઈ ગયા, પણ લથડતા અવાજે એટલું માંડ બેલી શકયા કે “મારા ધણીએ દીક્ષા લીધી તે મને ગમ્યું નથી.”
ફરીયાદ-પક્ષના વકીલે નામદાર કોર્ટનું ધ્યાન ખેંચ્યું કે-“દીક્ષિત થનાર વ્યક્તિના પરણેતરના આ શબ્દો ટાંકી લેવા જેવા છે.”
ફરીયાદ-પક્ષના વકીલે ફરીથી જોરદાર જુસ્સાભર્યા શબ્દોમાં કહ્યું કે–
માય લેડ! આવી માસૂમ બાળાને દીક્ષા લેનાર વ્યક્તિ કેન ભરેસે મુકી જાય છે?”
“ભારતવર્ષના સમાજ-જ્ઞાતિના બંધારણ મુજબ આખી જીંદગી વેંઢારવી આ બાઈને ભારે પડી જશે. તેને જવાબદાર કોણ?”
તેના ભરણપોષણની વ્યવસ્થા શી ? તેને સાસુ-સસરા કદાચ ભવિષ્યમાં ગમે તે કારણે તેને ઘરમાંથી કાઢી મુકે તે તેની જીવનયાત્રાનો આધાર છે?”
વગેરે વાતની જોરદાર રજુઆત કરી એટલે નામઠાર કેટે ચરિત્રનાયકશ્રીને પૂછયું કે-“બેલે! તમારે આ અંગે શું કહેવું છે ?”
એટલે ચરિત્રનાયકશ્રીએ જોરદાર જુસ્સાભેર શૈલીથી પિતે લખી લાવેલ પિતાનું નિવેદન વાંચી સંભળાવ્યું.
આજે મારી સામે જે સંબંધમાં કેસ કરવામાં આવ્યું છે તે સંબંધમાં હું એક જન સાધુ તરીકેની મર્યાદામાં રહી નીચે પ્રમાણેની મારી વિગત સ્પષ્ટપણે રજુ કરું છું !”
આજે મારા પર જે સંબંધમાં ફરીયાદ કરી છે કે-મેં સગીર વયમાં છીની રીતે દીક્ષા લીધી તે અંગે મારે ખુલાસો એ છે કે--મારા તરફ પૂ. પિતાશ્રીની સંપૂર્ણ સંમતિ-સહકારના બળે જ મેં દીક્ષા લીધી છે.
જીવવા ના
ર ચીરા ત્ર!