SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ SEZOVTEURS હાથ જોડી થરથરતા અવાજે બેલ્યા કે “મારા બાપ–જનમારામાં કયારેય મેં કોર્ટ જોઈ નથી, આટલા બધા માણસો તે પણ ભણેલ લોકો વચ્ચે હું શી રીતે બોલી શકીશ? એવી મને ધાસ્તી હતી, ને છે.” “પણ રણછોડભાઈ એ મારા ઘરે આવી છેકરાની દીક્ષાથી દુઃખી થયેલ જમના મા ખાતા ન હતા તે સમજાવવા અને સાથે આવવા કહેલ.” એ વાત સાચી !” પણ મારી સમજમાં નથી આવતું કે તે જૂની વાત અહીં કોર્ટમાં મારા મેઢે રણછોડભાઈ શા માટે કહેવડાવે છે? અત્યારે તે જમાનામાં પોતાના છોકરાની દીક્ષાથી ખૂબ પ્રસન્ન છે, પિતે ધમાલ કરી તેને પસ્તા કરે છે.” તે આવી અધકચરી ભૂતકાળની વાત કેર્ટમાં રજુ કરવા રણછોડભાઈએ મને કેમ દબાણ કર્યું ? તે સમજાયું નહીં !” “વળી કોર્ટનું ધ્યાન ખેચું છું કે—(એમ કહી ખિસ્સા ફેફસી અગિયાર રૂપિયા રેકડા ટેબલ ઉપર ખખડાવી) રણછોડભાઈ એ આંખની ઈશારત કરી મારા ખિસ્સામાં આ અગ્યાર રૂપિયા સેરવી દીધેલા અને કહેલ કે “તમે આટલું કહેવા જરૂર આવજો” કહી હું કંઈ બોલું તે પહેલાં રણછોડભાઈ છટકી ગયેલ.” તે નામદાર કોર્ટનું ધ્યાન ખેંચું છું કે આ અગ્યાર રૂપિયાનું મારે શું કરવાનું ?” એમ કહી અગ્યાર રૂપિયા ટેબલ પર રહેવા દઈ જમનાદાસ પોતાના સ્થાને બેસી ગયા. જમનાદાસની સાક્ષીથી મગનભાઈ વગેરે પ્રસન્ન થયા, પણ રણછોડભાઈ વગેરે, દીવેલ પીધેલ ડાચાવાળા થયા. પૂ. ચરિત્રનાયકશ્રી ધીર ગંભીર-સ્વસ્થ લાગ્યા. ફરિયાદ પક્ષ તરફથી નામદાર કોર્ટને મિ. લેડે કહીને સંબોધતા શ્રીધવ ફરી ઉભા થયા ને બેલ્યા કે આરોપી પક્ષ તરફથી સાક્ષી ફેડવામાં આવ્યા હોય. એવી મને શંકા છે. પણ હવે નામદાર કોર્ટનું ધ્યાન હું બીજા મુદ્દા તરફ કેન્દ્રિત કરું છું કે
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy