SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ KESEHÖVDENAS તેથી કેટલાક અજ્ઞાનીઓએ ઊભી કરેલ આ જંજાળથી કઈ એ ભરમાવવાની જરૂર નથી. હું મારા આત્મકલ્યાણના પંથે આ દીક્ષા દ્વારે આગળ વધવા માંગું છું” આ નિવેદન સાંભળી સહુ ચક્તિ થયા. પણ કે વાંધો ઉઠાવ્યો કે– તમારા કહેવા મુજબ સ્વજનવર્ગની પૂર્ણ સંમતિ ન હતી તે તમે જે દીક્ષા લીધી તે અનુચિત નહીં?” ૫ ચરિત્રનાયકશ્રીએ સિંહ ગર્જનાપૂર્વક કહ્યું કે—“નામદાર કોર્ટ જે જણાવે છે તે બરાબર છે ! પણ અજ્ઞાન અને મેહના પરદા હેઠે વિવેકની આંખ જેમની અવરાયેલી હોય તેવા સંમત ન થાય, તેથી કંઈ આત્મ-શુદ્ધિના પંથે રોકાણ ઉચિત નથી.” ' આત્મ-સાધના પંથે હિંમતભેર મેં છાની-દીક્ષારૂપે પગલાં ભર્યા, પછી મારા જીવનને સંયમના બીબામાં એવું ઢાળવા માંડયું છે કે મારા સ્વજન-વર્ગ–કે જે પ્રથમ સંમત ન . હતા તેઓ આજે મારી દીક્ષાથી ખૂબ પ્રસન્ન છે.” “એટલે પરિણામને વિચાર કરી વિવેકીઓએ કડવી દવાની જેમ તાત્કાલિક સંમતિ ન હોય તે પણ શુભ પ્રવૃત્તિ છોડવી ન જોઈએ.” કોટે કહ્યું કે હવે આ સંબંધમાં સામા પક્ષને કંઈ કહેવું છે ?” એટલે રણછોડભાઈના વકીલ શ્રી ધ્રુવ ઊભા થઈ ખારો ખાઈ નામદાર કોર્ટનું માય લઈ ! કહી પોતાના અસીલની વાતની રજૂઆત બોલ્યાં કે– “અમારા આરોપી સ્વયં પોતાના નિવેદનમાં અમારા આરોપને સ્વીકાર કરે છે કે – કેટલાક સ્વજન-વર્ગની દીક્ષામાં સંમતિ ન હતી.” તે વાતને પૂરવાર કરતી નામદાર કોર્ટ અમારી સાક્ષીઓને સાંભળે તે વાતની પ્રતીતિ થશે કે સ્વજન-વર્ગને ઘેર વિરોધ હત” એમ કહી બે-ત્રણ સાક્ષીઓના નિવેદન થયા કે – ચરિત્રનાયશ્રીએ કહ્યું કે—કેટનું ધ્યાન એ બાબત ખેંચું છું કે ભૂતકાળની વાતની રજૂઆત કરી સ્વજન-વર્ગને વિરોધ દર્શાવવાને જે પ્રયત્ન છે તે બાલિશ છે, અત્યારે શું છે? અત્યારે સ્વજન-વર્ગમાં કોઈને વિરોધ છે!”
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy