________________
FOTOVUN
श्री वर्धमान-स्वामिने नमः ।
m
પ્રકરણઃ ૩૬ વાયાલયમાં પૂ. ચરિત્રનાયકશ્રીએ
દાખવેલ અપૂર્વ મનોબળ પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ સ્વસ્થ ચિત્તે આવી રહેલ વાવાઝોડા સામે સક્ષમતાપૂર્વક ટકવા જાપ દ્વારા શ્રી વિતરાગ-પરમાત્માનું બળ અને વિવિધ કાઉસગ્ગ અને અબેલના તપ દ્વારા શાસનદેવનું બળ મેળવવા પ્રયત્નશીલ રહ્યા.
કપડવંજમાં પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુંબમાં મગનભાઈ ભગતની સૂચનાથી અ. સુ ૧૦ના રેજ કેર્ટમાં ચાલનારા કેસમાં સફળતા મળે તે ઉદ્દેશ્યથી કુટુંબીવર્ગ માં અસાડ સુ. ૮ના ૨૫ આંબિલ થયેલ.
મગનભાઈ ભગતે સુ. ૮-૯-૧૦ ને અઠ્ઠમ કરેલ. સુ. ૮ના અહોરાત્રિ પૌષધમાં ચિંતામણિદાદા આગળ અને પૈતૃક મંદિર શ્રી વાસુપૂજય પ્રભુની આગળ શુદ્રોપદ્રવ નિવારણ માટે ૨૭ લેગસને કાઉસગ્ગ ઊભા ઊભા કર્યો અને પિતાના ઘરની નજીક લહુડી પિસાળના ઉપાશ્રયે રહેલ શ્રી મણિભદ્રજી આગળ દી કરાવી ને શેર સુખડી ધરાવી તેને મૂળમંત્રની ૧૨૫ માળા જમનાબહેન દ્વારા સુ. ૮ના રોજ આંબેલ કરાવી ગણાવી.
સુ. ૯ત્ની બપોરે ત્રણ-ચાર છકડાં, બે-ત્રણ ગાડાં ગામડેથી મંગાવી પિતાના સંબંધીને લઈ અમદાવાદ તરફ નરોડાના ટૂંકા રસ્તે રવાના થયા. સુ. ૧૦ સવારે અમદાવાદ પહેચી ધર્મશાળામાં મુકામ કરી સવારે ૮ વાગે વિદ્યાશાળાએ પહોંચી ગયા.
પૂ. ચરિત્રનાયકશ્રી સુ. ૧૦ના રોજ સવારે રા થી ૪ સુધીમાં લેન્ગસ્સની પંચમી ગાથાની ૪૧ માળા અને ગમનTM નિગમથાળ ની ૧૦૮ માળા ગણી પ્રતિક્રમણ-પ્રતિલેખના કરી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ની સાથે દેરાસર જઈ આઠ થઈ એ દેવવંદન કરી શ્રી નવકારના પ્રથમ અને સાતમા પદને સંયુક્ત જાપ ૭૭૭ ની સંખ્યામાં કર્યો.
પછી ઉપાશ્રયે આવ્યા ત્યાં મગનભાઈ વગેરે કપડવંજના પૂ૦ ચરિત્રનાયકશ્રીના સંસારી-સ્વજને તથા સંઘના આગેવાનોએ વંદના કરી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે જ્ઞાનપૂજન કરી માંગલિક સાંભળી આવેલા તે બધામાંથી મોટા ભાગનાએ આંબિલનું પચ્ચકખાણ લીધું.