SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ AMA BLUM મચાવેલ પણ હાલમાં તે તે જમનાબહેન દીક્ષા માટે પૂર્ણ સંમત છે, કેટને શંકા હૈય તે તેમની જુબાની લઈ લે!” વળી આવી અધુરી અધકચરી વાતની રજૂઆત કરાવવા મારા જેવાને આ રણછોડભાઇએ અગ્યાર રૂપિયા આપેલા” એટલે પૈસા વેરીને સાક્ષીઓ ઊભા કરાવ્યાનું અનુમાન સાચું થાય છે.” આમ ભરી–કોર્ટમાં તમે આ વાતને પરદે ફાડી તમારા જેવા બીજા સાક્ષીઓ બધા બેટા હશે એવી છાયા ઊભી કરી દે! એટલે સરવાળે શાસનની હીલના કરાવનારું આ નાટક શમી જશે.” - “વેષ ઉતરાવી ઘરે લાવવાની રણછોડભાઈની ઉમેદ પર પાણી ફરી જશે, કરે ! હાલ ભાઈ ! આટલી હિંમત કરે! અગ્યાર રૂપિયા પાછા ન આપશો. ત્યાં કોર્ટમાં પાછા આપશે. આમ કરવાથી ધર્મની મહાન સેવા થઈ સમજશે.” “આપણે સાધુપણું લઈ શકતા નથી પણ નાની વયમાં દીક્ષા લઈ આત્મ-કલ્યાણ સાધવા મથતા આપણુ ગામના નવરતનને આ રીતે ટેકે આ ગણાશે.” જમનાદાસ આ સાંભળી ચકિત થઈ ગયા અને હરખભેર કબૂલ્યું કે –“મારી જીંદગી આવી બેટી સાક્ષી આપવાથી ધૂળ ધાણી થતી અટકે અને એક ધર્મકાર્યમાં મારે નાને ફાળે પણ સેંધાય. આ તમે જે રસ્તો બતાવ્યો તે બદલ આભાર !” એમ કહી બધાને ફરી સોપારી, સેપારી-વરીયાળી અને મુખવાસ આપી હાથ જોડી વિદાય કર્યા. ચીમનભાઈ અને ગોકળદાસે મગનભાઈ ભગતને આ વાતથી વાકેફ કર્યા. મગનભાઈ ભગતે જમનાબહેનને આ વાત કરી કે, “જોજે! હે! હવે ઢીલી ન થતી, વેવાઈની બદદાનતને બર આવવા ન દેતી ! જો તું જરા ઢીલી પડી કે વેવાઈને વકીલ ચઢી બેસશે ને આ કેસ ચૂંથાઈ જશે ને બધા સાક્ષીઓની વાત પર આધાર રાખી ન્યાયાધીશ અવળે ચુકાદો આપી દેશે ને સાધુવેશ ઉતારવાની ફરજ પાડશે.” હવે તું બરાબર સમજી-વિચારીને શાસન અને ધર્મને વચ્ચે રાખી હૈયું કઠણ રાખી કેર્ટમાં સ્પષ્ટ કહેજે કે “પ્રથમ મારી સંમતિ ન હતી પણ હવે મારી સંપૂર્ણ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy