________________
M
UŽIŽVEELERS
ક
જેઠ વદ-૫ કોર્ટમાં જુબાનીઓ થઈ. તે કેસ અષાડ સુદ-૧૦ના ફરી ચાલવાને છે તેમાં તમારે જુબાની આપવા જવાનું છે, તેના ચાંલ્લાના તમને અગ્યાર રૂપિયા મળ્યા છે”
આ વાત સાંભળી જમનાભાઈ તે ચમકી ગયા કે—“બાપ રે! મારાથી ધર્મ તે તે નથી ને આ શું પાપના પિટલા મારે બાંધવાના !”
લોઢું જાણેને લુહાર જાણે” મારે શું? નાહક મારી જીભ ચલાવી એક મહાન પુણ્યાત્મા નાની વયે ચરિત્ર લઈ જીવન અજવાળે ! તેમાં અવરોધ કાં ઊભું કરવું ?
હું તે અગ્યાર રૂપિયા રણછોડભાઈને પાછા આપી આવીશ”
ગોકળભાઈ જરા વૃદ્ધ હતા, ઠરેલ હતા. તેમને એક વાત સૂઝી એટલે તેમણે જમનાભાઈને કહ્યું કે–“જમનાદાસ! મારી એક વાત સાંભળશે !”
જમનાદાસ બેલ્યા કે—“કાકા ! તમે તે મારા મુરબ્બી છે ! તમે કહે તેમ કરવા તૈયાર છું.”
ગોકળભાઈ બોલ્યા કે –હાલ ભાઈ વાત એમ છે કે આપણુથી ધર્મ ન થાય તે કેઈના આડે ન આવવું”
જમનદાસ બેલ્યા કે—“હા ! હા ! વાત બિલકુલ સાચી ! મારે હેમચંદે દીક્ષા લીધી, તેમાં કેર્ટમાં મારા બેલવાથી કદાચ ઊંધુ જજમેન્ટ આવે ને હેમચંદને દિક્ષા છોડવી પડે, તે તે મહાપાપમાં મારે નથી પડવું.”
ગોકળભાઈએ દાસભાઈને બરાબર તાવને રંગમાં લાવ્યા પછી ધીમે રહીને બોલ્યા કે
“દાસ! ધર્મમાં આડે આવવું જેમ પાપ છે, તેમ ધર્મમાં પ્રેત્સાહન આપવું તે ધર્મ ખરે કે નહિ?”
જમનાદાસે કહ્યું કે, “હા ! હા! ભાઈ મારાથી કંઈ ધર્મ થતું નથી તે ધર્મમાં સહાયભૂત થવા જેટલું મારા નસીબમાં હોય તે મારા અહોભાગ્ય !”
ગોકળભાઈ બેલ્યા કે—“દાસ! હું એ જ વાત કહું છું. તમે આ કેસમાં સાક્ષી આપવા જાઓ, જરૂર જાઓ અને કહો કે સદરહુ દીક્ષિતની માતાએ દીક્ષા બદલ ઘણા ઉપાત
MOOV
2009