________________
કે જે વિવેકી વાંચકોએ ખાસ મનન પૂર્વક વાંચવા જેવી છે.
વિરોધી-વજનવર્ગની ખટપટમાંથી પણ આદર્શ સુશ્રાવક પિતા પિતાની અજબ આ ફરજ કેવી બજાવે છે ? તે (પૃષ્ટ ૧૭ થી ૨૨૮) વિગત પણ અહોભાવ ઉપજાવે તેવી છે.
એકંદરે આ ગ્રંથને પ્રથમ વિભાગ ઐતિહાસિક વિગતેના અદ્વિતીય સંગ્રહ રૂપ હતો. પણ આ બીજે વિભાગ પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના અદ્વિતીય-વિરહ-વ્યક્તિત્વને ઉપસાવનાર અનેક–રોમાંચક વિગતોથી ભરપૂર છે.
આ વાત આ ગ્રંથના ર૬ થી ૪૧ પ્રકરણો વાંચવાથી વિવેકી–વાચકને સહેલાઈથી સમજાશે.
આ ગ્રંથના આલેખનમાં અદ્ધર હવામાં બાચકા ભરવાની જેમ ટાંચા સાધના આધારે શૂન્યમાંથી સર્જન કરવાનું હોઈ કયાંક છદ્મસ્થતાવશ હકીકત દોષ ન થવા દેવાની જાગૃતિ છતાં કદાચ થયે પણ હોય, પણ તે સિવાય સ્વાભાવિક રીતે મળી આવેલ વિગતેને વ્યવસ્થિત રૂપે રજુ કરવાનો નમ્ર પ્રયત્ન સેવ્યું છે, પણ ગુરૂભક્તિ કે વ્યકિતરાગથી કેઈ બીનાને અતિશક્તિના રંગથી રંગવા પ્રયત્ન નથી કર્યો, તે નક્કર હકીકત છે.
વધુમાં આ ગ્રંથમાં પૂ. આગમેધ્ધારક-આચાર્યદેવશ્રીના દીક્ષા માટે ભગીરથ-પ્રયત્નોની પૂર્વભૂમિકા યથાપ્રાપ્ત-સામગ્રી આદિના આધારે સુવ્યવસ્થિત રીતે ઉપસાવી છે.
કે જેથી કેટલાક તેજોષી-અસીક્ષિત-ભાષીઓ તરફથી “સાગરજી મહારાજ તે દીક્ષા લઇને વેષ છેડીને ઘરમાં બેસી ગયા? આદિ રૂપે કરાતા વ્યર્થપ્રાય: આક્ષેપ સચોટ પ્રતિકાર કરવા નકાર હકીક્ત સમજી શકાય.
વળી તે વખતના દેશ-કાળ-પરિસ્થિતિને ખ્યાલ પણ યથાલબ્ધ પૂરાવાઓના આધારે આપવા પ્રયાસ કર્યો છે.
વળી સાધુ સમુદાયમાં એક-બીજાને કે પ્રેમ સંબંધ હતું? શ્રાવકમાં પણ શ્રમણની આમન્યા, આજ્ઞા પ્રધાનતા અને નિર્દેશાનુસારિતા કેવી હતી? તે સ્પષ્ટ ઝળકે છે.
જેથી અત્યારના કેટલાક અનભિજ્ઞોના કહેવા પ્રમાણે “પૂ. ઝવેરસાગરજી મહારાજ તે એકલવિહારી અને શિથિલાચારી જતિ હતા. આ વાતને સચોટ