________________
ખરેખર ! આ પુસ્તકમાં પૂ. આગમાધ્ધારક આચાર્ય દેવશ્રીના જીવનના પૂર્વભાગ (દીક્ષા લીધી ત્યાં સુધીના) અણધારી રીતે છુટક-છુટક મળી આવેલ અનેક ઐતિહાસિક કડીઓની વ્યવસ્થિત-સંકલના સાથે રજુ થયેા છે.
પ્રામાણિકપણે યથાપ્રાપ્ત-સામગ્રીને જરાપણ અતિશયાક્તિના પુટ ચઢાવ્યા વિના ગુરૂભક્તિ અને આરાધના-ફળસ્વરૂપ આંતર ક્રિન્ચ પ્રેરણાથી વ્યવસ્થિત-શૈલિમાં રજુ કરવા નમ્ર પ્રયાસ કર્યો છે.
પ્રસ્તુત પુસ્તકના પ્રથમ-વિભાગમાં દીક્ષાની પૂર્વતૈયારી સુધીની વિગતા આવેલ છે.
જ્યારે આ બીજા વિભાગમાં જેની પાસે પૂ આગમાદ્વારકશ્રીએ જીવન સમર્પિત કરી વિશિષ્ટ–સંયમના ઘડતર સાથે વિશિષ્ટ આગમ-પ્રભાવક અને શાસન-ગગનના તેજસ્વી ઉજજવળ ઝળહળતા સૂર્યસમા બન્યા,
તે પૂ. શ્રી વેરસાગરજી મહારાજશ્રીના ચરણેામાં પૂ. આગમેાધ્ધારકશ્રીએ કેવા વિકટ વિઘ્નની વણઝાર વચ્ચે પણ ભગીરથ પુરૂષાર્થ કરી ભાગવતી દીક્ષા સ્વીકારી ત્યાં સુધીનું વન આપ્યું છે.
જેમાં પેટા-વિષયરૂપે પૂ. વેરસાગરજી મહારાજશ્રીનુ કયાંય ન મળતું તેવું જન્મ દીક્ષા-શાસ્ત્રાભ્યાસ-વિહાર–શાસન પ્રભાવનાના અનેક કાર્યા વિગેરેથી ભરપૂર અતિામાંચકારી જીવનચરિત્ર વવાયું છે.
જેમાં કે તે વખતના રતલામ-ઇન્દોર-ઉજજૈન-ઉદયપુર-આદિ ક્ષેત્રોમાં ત્રણ શુઇ, સ્થાનકવાસી, આય સમાજીએના પ્રચ'ડ આક્રમણાના એકલે-હાથે પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજે શાઓ અને શાસનની મર્યાદા પ્રમાણે કેવા સફળ પ્રતિકાર કર્યા ? તે પણ જણાવાયું છે.
આ ઉપરાંત પૂ. આગમાદ્ધારકશ્રીને દીક્ષાની પૂર્વભૂમિકામાં ચારિત્ર-માહ સાથે કેવા ખાથડીયા લેવા પડેલ ? તેમજ કસત્તાની કુટિલ નીતિના દર્શન થવા ઉપરાંત શાસનદેવની અદ્વિતીય પ્રભાવકતાના બળે છેલ્લી ઘડીએ પણ વિદેશી-વકીલે અને ન્યાયાધીશેાના મગજમાં વિરાધીઓએ નાણાં અને ફૂટનીતિના દ્વિગુણુ આશ્રયથી પાથરેલ વિષમ-જાળમાંથી પણ પૂ. આગમાદ્ધારકશ્રી કેવી રીતે આખાદ ખચી શકથા ? અને મહાપુરૂષ બન્યા ? વગેરે રોમાંચક વિગતે પ્રસ્તુત પુસ્તકમાં વ્યવસ્થિત રીતે નેાંધાએલી છે.
૧૧