________________
નવું પુસ્તક લખવું કે સંપાદિત કરવું સહેલું, પણ જેની કાઇ વિગતા સ્પષ્ટ રીતે મળતી ન હેાય, પણ ઇતિહાસના છૂટા છવાયા ટાંચા સાધના અને દસ્તાવેજી-પત્રા તેમજ પુરાવાના કચરામાંથી-શેાધી શેાધીને તારવેલી માહિતી ભેગી કરી પ્રસંગેાના આલેખન રૂપ પુસ્તકાનું સંપાદન ખૂબ જ શ્રમસાધ્યું છે.
આ વાત અનુભવીએના અનુભવની ચીજ છે.
પ્રસ્તુત–પુસ્તકના ઉત્થાન સંબંધી વિગત આ પુસ્તકના પ્રથમ વિભાગના “સપાદકીયમાં વિગતથી કહેવાઈ ગઈ છે, વધુમાં એ અંગે જણાવવાનું કે
પૂ. આગમાદ્ધારક આચાય દેવશ્રીનું વિ. સં. ૧૯૭૪ પછીનું જીવન જગજાહેર છે, પણ તે પૂર્વેના ઘણા પ્રસ`ગેા અંધકારમય, સાધન-વિહીન દશાથી અણઉકેલ્યા છે.
તેથી પરમગુરુ શ્રી પ'ચપરમેષ્ઠીની પુણ્યકૃપા અને પૂ. ગુરુદેવાના વ૨દ-અનુગ્રહથી ઉદયપુરના જીના ઉપાશ્રયમાંથી કચરા રૂપે મળી આવેલા ૨૬૦ જુના પત્રા (પૂ. અવેરસાગરજી મહારાજ વિ. સં. ૧૯૩૪થી વિ. સ. ૧૯૪૩ દરમિયાન ઉદયપુર રહેલા તે વખતના)
મળી આવ્યા.
તે બધા જીર્ણેશીણું હાલતમાં છતાં કપડવંજ શ્રી અભયદેવસૂરિ-પાઠશાળાના પ્રધાન–અધ્યાપક પં. શ્રી હરગાવનદાસભાઇએ ખૂબ પ્રયત્ન કરી બધા પત્રાની સુવાચ્ય નકલ કરી દીધી.
કેટલાક મહત્ત્વના પત્રા પૂ. આગમાારક આચાર્ય દેવશ્રીના લાડીલા લઘુ-શિષ્યરત્ન પૂ. શ્રી ઉપાધ્યાય ભગવંત શ્રી સૂર્યોદયસાગરજી મહારાજશ્રીએ ઉપર–નીચે કાચ મુકાવી ફ્રેમમાં મઢાવી સ્પેશ્યલ લાકડાની સુંદર નમુનેદાર પેટીએ બનાવી સુરક્ષિત કરેલ.
તે બધાને આધારે આ પુસ્તકના માટેો ભાગ સ`કલિત કરી લખાયા છે, તે પત્રા ઉપરથી અને બીજી વિશ્વસ્ત રૂપે મળેલ માહિતીને આધારે પૂ. શ્રી ઝવેરસાગરજી મ,શ્રીનું આ ગ્રંથમાં ૧પ૨ પાના જેટલું લખાણ તૈયાર થવા પામ્યું-કે જેના ઉપરથી ક્રાઉન ૧૬ પેઈજ પૃષ્ઠ ૩૧૬નુ જીદું' સંસ્કરણ પણ આ ગ્રંથના પ્રકાશન પૂર્વે વિ. સં. ૨૦૩૬ના વૈશાખ મહિને “સાગરનું ઝવેરાત” નામથી પ્રગટ થવા પામ્યુ છે.
૧૦