________________
STÄDVŽDEMORE
મગનભાઈ ભગત વિદ્યાશાળાના ધમ–ામજી બે શ્રાવકોને લઈ અમદાવાદથી સાત ગાઉ દૂર આવેલ બેરજ ગામે બપોરના ટાઈમે પહોંચ્યા.
ગુપ્તવાસની મર્યાદા પ્રમાણે બહારથી તાળું મારેલ એક જુના મકાનમાં રાખવામાં આવેલ પૂ. ચરિત્રનાયકશ્રીને પૂર્વ–સંકેત પ્રમાણે બધી વ્યવસ્થા ગોઠવી મગનભાઈ અને વિદ્યાશાળાના શ્રાવકે મળ્યા. પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ની મૌખિક વાતને સંદેશો પહોંચાડ્યું.
કપડવંજના વાતાવરણની જાણકારી મગનભાઈએ આપી અને માત્ર વેવાઈ રણછોડભાઈ સિવાય મેહની ઘેલછામાંથી પ્રાયઃ બધા મુક્ત થઈ ગયાની વાત કરી. હવે તમારી શી ઈચ્છા છે? તમારી માનસિક સ્થિતિ કેવી છે? સ્વજનેના પરિચયે વૈરાગ્યરંગ ઢીલું પડે તેમ નથી ને? વગેરે અંગે વાતચીત કરી, છેવટે વિદ્યાશાળામાં સંઘ વચ્ચે કપડવંજવાળાઓ સમક્ષ રજુ કરવાની પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ની વાત જણાવી.
૫. ચરિત્રનાયકશ્રીએ માનસિક-સંવેદનાઓના તારણરૂપ વૈરાગ્ય ભાવના-પ્રબળ આંદોલનની અજુઆત મકકમતાપૂર્વક સંસારી પિતાજી અને વિદ્યાશાળાના શ્રાવક આગળ કરી.
વિદ્યાશાળાથી આવેલ શ્રાવકો પૈકી વયેવૃદ્ધ ઠરેલ બુદ્ધિવાળા ન્યાલચંદકાકાએ પૂ. ચરિત્રનાયકશ્રીને વિનમ્રભાવે ભૂચવ્યું કે “મહારાજ! જે હે ! સંબંધીઓના મેહના ચેનચાળામાં અમારી આબરૂં જોખમાય એવું ન થાય હોં !” પૂ ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે-“કાકા! જગતના વ્યવહારમાં જેમ કહેવાય છે કે
“વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર |
સજજન બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગતે સૂર છે? એટલે દેવ-ગુરૂકૃપાએ મહાન પુણ્યદયે પામેલા અપૂર્વ સંયમરત્નને ગુમાવી દેવાની અક્ષમ્ય ભૂલ દેવ-ગુરૂકૃપાએ નહીં થવા પામે એ બાબત તમે બેફિકર રહેજે !
પછી મગનભાઈ ભગતે પૂ ચરિત્રનાયકશ્રીને રણ છોડભાઈની વાતથી સાવચેત રહેવાની પાકી સૂચના કરી પાછા અમદાવાદ આવી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ.શ્રીને બધી વાત જણાવી.