________________
શિવને .., 2008
દયા આવે છે કે નહીં? આમ તે કીડી-મંકોડીની ખૂબ દયા પાળે છે અને મારી દીકરીને ભવ બગડે છે તે તમને કંઈ મનમાં લાગતું નથી.
મગનભાઈએ કહ્યું કે “રણછોડભાઈ! વાત તમારી વ્યવહારથી સાવ સાચી ! પણ મારી સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી છે! એક બાજુ મારા દિકરાને સંયમ–જીવનને પ્રશ્નબીજી બાજુ વ્યવહારથી વહુને પ્રશ્ન! પણ બુદ્ધિના ત્રાજવે તળતાં દીકરાના સંયમી-જીવનની કિંમત મને વધુ જણાઈ છે. એટલે જ તે હું માંડ પરાણે આત્મસંયમ કેળવી ચૂપ બેસી રહ્યો છું!
વહુના સંસારી-જીવનને ધાર્મિક સંસ્કારોથી મઢીને વ્યવસ્થિત કરી શકાશે, પણ દીકરાના સંયમી-જીવનને ધક્કો લાગે તેવું તે હું શી રીતે આચરી શકું? આદિ.
રણછોડભાઈ ગમખાઈ ગયા, પણ વાણીયાવિઘા જરા વાપરી. આંગળી પકડી પાંચે પકડવાની વાત આગળ કરી. જમનાબહેનની વાતને આગળ કરી માત્ર હે જોવા મળે તે સારૂં ? એ વાત પર રણછોડભાઈ એ મગનભાઈને રાજી કર્યા.
મગનભાઈ એ રણછોડભાઈ અને જમનાબહેનને સ્પષ્ટપણે વાત કરી કે જો તમે દીક્ષા ન છોડાવવાની બાંહેધરી આપો તે હું અમદાવાદ જઈ તમારી માં જવાની વાત આગળ વધારું અને તમારી ઈચ્છા પૂરી થાય તેમ કરૂં !
જમનાબહેન અને રણછોડભાઈ જાણતા જ હતા કે ભગત અંદરના અંદર અને બહારના બહાર છે.
એટલે હવે જો મોં બતાવવાની વાતને માટે ઉકેલ આવતું હોય તે તેમાં શું હું ? એમ વિચારી રણછોડભાઈ અને જમનાબહેને ભગતને મોં જોવાની વાતને આગળ વધારવા દબાણ કર્યું.
પરિણામે મગનભાઈ ભગત અમદાવાદ જઈ પૂ. મુનિ શ્રી સિદ્ધિાવજયજી મ. ને મળ્યા. બધી વાત કરી. કુટુંબીઓની મોહજન્ય ઘેલછા ઘટયાની અને હવે બતાવવામાં વાંધો નથી વગેરે વાત કરી, પણ સાથે સાથે વેવાઈને મનની છળભરી નીતિની આશંકાની વાત કરી સાવચેતીની પણ ભલામણ કરી.
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ સમજુ બે-ત્રણ શ્રાવકોને બેલાવી બધી વાત કરી અને પૂ. ચરિત્રનાયકશ્રીને મળી તેમની શી વિચારધારા છે? તે જાણી લાવવા સૂચના કરી.
Stહ૭.
IMEI Serve