________________
MÖVZUJESICAS
જેના પરિણામે કવાયકા એવી જામી કે અમદાવાદમાં કેક બાળમુનિ નવદીક્ષિત આવ્યા છે” આ વાત વાયુવેગે ફેલાઈ રહી, વ્યવહારાદિ કામકાજ અંગે કપડવંજથી આવનારા ભાઈઓ મારફત કપડવંજમાં પણ વાત વહેતી થઈ કે અમદાવાદમાં કેક-નવદીક્ષિત બાળમુનિ છે અને જુદી જુદી જગ્યાએ બે ચાર દિવસ રાખી સંતાડી રાખવાનો પ્રયત્ન થાય છે.”
આ ઉપરથી પૂ. ચરિત્રનાયકશ્રીના સ્વજન-વર્ગમાં ચર્ચા ઉપડી અને માતુશ્રી જમનાબહેન તથા શ્વસુરપક્ષના રણછોડભાઈ વગેરે કુટુંબીઓ ધમાલ કરવાની દષ્ટિએ અમદાવાદ આવી પહોંચ્યા.
તેઓ તપાસ કરવા લાગ્યા, તે વખતે પૂ. ચરિત્રનાયકશ્રી પૂ. શ્રી વીર વિજયજી મ. ના ઉપાશ્રયે (ભઠ્ઠીની બારી) નીચે ભેંયરામાં ગુપ્ત હતા. પણ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીને કુદરતી ભાવી શુભ સંકેત વંદનાર્થે આવેલ એક ભાઈ મારફત સમાચાર મળ્યા કેકપડવંજથી કેક પાંચ-સાત ભાઈબહેનનું ટેળું લવારની પળે આવેલ અને નવદીક્ષિત બાળમુનિ કેક અહીં છે? એમ તપાસ કરતા હતા
પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી એ તુ અગમચેતી વાપરી સંયમી-આત્માના રક્ષણાર્થે પિતાના સાધુઓ દ્વારા ભઠ્ઠીની બારીએ કહેવડાવી દીધું કે- “જરા પણ બહાર ન નિકળે” આદિ પાકી ભલામણ કરી.
આ બાજુ કપડવંજથી આવેલ પૂ. ચરિત્રનાયકશ્રીના સંબંધીઓ અમદાવાદમાં ચાર-પાંચ પળે ફર્યા, પણ પૂરી માહિતી ન મળી. પણ એટલી વાત ચોકકસ મળી કે બે દિ' પૂર્વે અહીં હતા–નાના મહારાજ છે. નવદીક્ષિત છે–આદિ.
જેથી સ્વજનેએ અટકળ કરી કે હેમચંદ જ હવે જોઈએ. પણ હવે તપાસ કયાં કરવી? છેવટે થાકીને તે વખતે અમદાવાદના બધા ઉપાશ્રયમાં સૌથી અગ્રગણ્ય તરીકે ગણુતા વિદ્યાશાળાના ઉપાશ્રયે તે વખતના સંવેગી સાધુઓમાં અગ્રગણ્ય ગણાતા પ્રભાવશાળી પૂ. સ્વ. મણિવિજયજી મ. (દાદા) ના શિષ્ય પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. મોટા સાધુ તરીકે પ્રખ્યાત હોઈ તેમની પાસે બધા આવ્યા. -
તે વખતે વ્યાખ્યાન પુરૂં થયાને અર્ધો કલાક થયેલ બીજા લેક પાસેથી પૂ. મુનિ શ્રી