________________
Iિ,
wo20
श्री वर्धमान स्वामिने नमः
પ્રકરણ ૩૦
૫. ચરિત્રનાયકશ્રીની શોધ-માટે
દોડધામ પૂ ચરિત્રનાયકશ્રીની ખાનગી રીતે દીક્ષા પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ની કુનેહ અને શ્રાવકની ગંભીરતાથી થઈ ગયા પછી શાસન-હોલના તેમના કુટુંબીઓ તરફથી થવા ન પામે એ હેતુથી પૂજ્યશ્રીએ નવ-દીક્ષિત પૂ. ચરિત્રનાયકશ્રીને બે સાધુ સાથે રાજનગર અમદાવાદ જેવા ધર્મપુરીના અભેદ્ય કિલ્લામાં તે વખતે વધુ પ્રભાવશાળી પૂ. મુનિ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીની નિશ્રામાં ઝડપભેર મોકલી દીધા.
પૂ. ચરિત્રનાયકશ્રી અમદાવાદ વિદ્યાશાળામાં પૂ. શ્રી સિદ્ધિવિજય મ. ની નિશ્રામાં પહોંચી ગયા. પૂ. શ્રી સિદ્ધિ વિજયજી મ. શ્રીએ પણ પૂજ્યશ્રીના પત્રયી બધી વિગત જાણી યોગ્ય તજવીજ કરી વ્યવસ્થિતપણે પૂ. ચરિત્રનાયકશ્રીને ગોઠવી દીધા.
થોડા સમય પછી બાળદીક્ષિત આ મુનિ કોણ ! કયારે દીક્ષા થઈ? કયાં થઈ? કયાંના છે? વગેરે ઉહાપોહ થવા માંડે. વળી અમદાવાદથી કપડવંજ નજીક હાઈ કદાચ નવા કોઈ બાલમુનિ અમદાવાદમાં છે તે સમાચાર પહોંચવાની વધુ શક્યતા વિચારી દીર્ઘદશી પૂ. મુનિ શ્રી સિદ્ધિવિજયજી મ. શ્રીએ સ્થાનાંતર કરી સુરક્ષાને વિચાર કર્યો.
વિદ્યાશાળાની સામે ડેલાના ઉપાશ્રયે, ત્યાંથી ભઠ્ઠીની બારીએ વીર વિજયજી મ. ના ઉપાશ્રયે, લવારની પોળે, ખેતરપાળની પોળે, બે-ચાર દિવસ રાખી ફેરવવાની ગોઠવણ કરી.
પણ બધે આ નવા મુનિ કોણ? કયાંના? કયારે દીક્ષા થઈ? એ ચીજ તે સહુને કુતૂહલને વિષય બની રહી. સુરક્ષા કરવા જતાં કાળની વિષમતાએ વાત ઊલટી ચક્રાવે ચઢી. કેમ કે તે વખતે બાળદીક્ષા બહુ જુજ થતી હોઈ મુગ્ધ લેકને માટે કુતૂડલરૂપ અને ધર્મપ્રેમીઓ માટે ભક્તિરૂપ બનવાથી પૂ. ચરિત્રનાયકશ્રીને છુપાવવાના પ્રયત્ન ઉલટા ચકચાર જગવનારા થયા.