________________
SHULEICAS
ફેફેડવામાં સાર નથી. લોકોને મેં ગળણું ન રહે “ત્યાગધર્મની રૂચિ વિરલા જીવોને હેય” એટલે પારકા છોકરાના નામે અને નાની વયના બહાના તળે અજ્ઞાનીસંયમની અરૂચિના બળે નાહક ધાંધલ ઉભી કરે. પરિણામે વાતનું વતેસર થઈ જાય. તેના કરતાં “સાપ મરે નહીં ને લાઠી ભાગે નહીં તે મધ્યમમાર્ગ અપનાવાય તે શું બેટું? આપણે તે કામથી કામ છે ને” એમ કરી પૂજ્યશ્રીએ શંકરભાઈને કહ્યું કે “તમે સાથે જાઓ હું મારા વિવેકસાગરને અને પ્રમેદવિજયને સાથે મોકલું ! અહીંથી ૭ માઈલ પર શ્રી સંપ્રતિ મહારાજાના વખતનું બંધાયેલ પ્રાચીન મંદિરવાળું શીયાણુતીર્થ છે, ત્યાં શ્રી શાંતિનાથ પ્રભુજી પ્રાચીન છે. તેમની નિશ્રામાં આ કામ નિવિદને પતી જાય, તેવી મારી ધારણા છે. અહીંથી બે-ચાર વિવેકી શ્રાવકોને આગળ મોકલીશ-તમે કઈ વાતે ચિંતા ન કરશે” આદિ!
શંકરભાઈએ પૂજ્યશ્રીની આજ્ઞાને શિરોધાર્ય કરી, ચરિત્રનાયકશ્રી રાજીના રેડ થઈ ગયા, એમને કંઈ ઘોડે ચઢવાને કે વાજા વગડાવવાને અભરખે ન હતું, એમને તે જીવનને પ્રભુશાસનના પંથે સમર્પિત થવાની તમન્ના હતી, વળી જેની નિશ્રાએ જીવન ગાળવાનું છે, તેમની આજ્ઞા શિરોધાર્ય કરવામાં તેઓએ પોતાનું ચોકકસ હિત માનેલું.
એટલે ચરિત્રનાયકશ્રી પણ પૂજ્યશ્રીના ચરણેમાં કૃતજ્ઞતાભરી આંખેથી ઉપકાર ભાવના વ્યક્ત કરતા ઝુકી પડયા ને હાદિક-પ્રમોદ વ્યક્ત કર્યો.
પૂજ્યશ્રીએ સાંજે જે આગેવાન શ્રાવકે દક્ષામાં સંમત હતા. તેમને ફરીથી બોલાવી પિતાની યોજના જણાવી કે-“શિયાણીતીર્થે આ કામ થાય તે કંઈ હરકત છે? કામનું કામ થાય અને સંઘમાં વિક્ષેપ પણ ન પડે.”
આગેવાન શ્રાવકો પૈકી શેઠશ્રી જીવણચંદભાઈ અને પુરૂષોત્તમભાઈ આદિ મહાનુભાએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો, અને પૂજ્યશ્રીની પ્રતિભા અને આગવી સૂઝ બદલ આનંદ વ્યક્ત કર્યો.
પૂજ્યશ્રીએ શ્રાવકેને તુર્ત જ સાંજે બે-ચાર ભાઈઓને મોકલી કાલનો દિવસ સારે અને ૧૦-૪૭ નું મુહૂર્ત શ્રેષ્ઠ છે તેથી સવારે નાણું અને ૪ પ્રભુ પ્રક્ષાલ કરીને તૈયાર રાખવા વગેરેની વ્યવસ્થા કરવા સૂચન કર્યું.
સાંજના પ્રતિક્રમણ પછી શંકરભાઈ અને ચરિત્રનાયકશ્રીને ગભીરપણે પૂજ્યશ્રીએ જણાવ્યું કે