________________
MM
BOYUN
દીક્ષા તે શાસનદેવની કૃપાએ કાલે જઈ જશે, પણ કપડવંજની કૌટુંબિક–જંજાળા શાસનને વધુ ડોળે નહીં, તે માટે બહુ પૂરતી પાકી તૈયારી કરવી પડશે, તેમાં તમારે મારા કહ્યા પ્રમાણે વર્તવું પડશે.” કહી પોતાની અંતરની ગોઠવેલી બધી યેજના શકરભાઈને સમજાવી અને ચરિત્રનાયકશ્રીને પણ સંમત કર્યા.
પૂજ્યશ્રીએ ચરિત્રનાયકશ્રીને રાત્રે સૂતી વખતે “ સ્ટી ખમો અરિહંતi સ્ટી '' મંત્રાક્ષરની ૭ માળા ગણી સૂઈ જવા કહ્યું.
સવારે વહેલા છ વાગે પિતાના બે સાધુઓ, શંકરભાઈ અને ચરિત્રનાયકશ્રીને વાસક્ષેપ નાંખી માંગલિક સંભળાવી મનસુખભાઈ બચુભાઈ બે શ્રાવકે સાથે શીયાણી તરફ વિહાર કરા, કાચા રસ્તે હોઈ હોંશિયાર મિયાને સાથે રાખવાની વ્યવસ્થા શ્રાવકોએ કરેલી. તે ભેમિયા સાથે શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શન કરી આ મંડળી લીબડીના ઉત્તર દિશા - તરફના પાદરથી શિયાણી તરફ ઝડપભેર ઉપડી. - શુકને સારા થવા માંડયાં, એટલે શંકરભાઈને મન આનંદ થયે, પણ ગામમાંથી નિકળતાં જ સામી છીંક થઈ અને ડાબી બાજુ કૂતરાએ કાન ફફડાવ્યા, તેથી જરા શંકરભાઈ ખચકાયા, મનમાં તુર્ત ૨૧ નવકાર, ૭ ઉવસગ્ગહર ગણ્યા.
ઘાઘરેટીયા ગામ પછી નદી ઉતરી સામે કાંઠે પહોંચતાં (જ્યાંથી શીયાણી બહુ નજીક છે.) જમણે ચીબરી કઠોર-સ્વરે બેલી. વ્યવહાર-ચતુર શંકરભાઈ માનસિક રીતે થયેલ વહેમને ટાળવા ડીવાર ઉભા રહી...આત્મરક્ષા અને શ્રી ગૌતમસ્વામી અષ્ટકનું સ્મરણ કરી ૭ ઉવસગવંર ગણી આગળ વધ્યા.
કા થી ૧૦ ના ગાળામાં શીયાણી તીર્થે પ્રશાંત બે બળદની જોડી અને માથે પાણીના ભરેલ બેડાંવાળી સધવા સ્ત્રીનાં શુકન લઈ ગામમાં ૭ નવકાર ગણી પ્રવેશ કરી, શ્રી શાંતિનાથ દાદાના દરબારમાં જઈ મંગળ ભાવનાપૂર્વક ઉલ્લાસભેર સ્તુતિ કરી ચૈત્યવંદન કર્યું.
ગઈકાલે સાંજે આવેલ જગજીવનભાઈઓતમચંદભાઈ આદિ શ્રાવકોએ બધી પૂર્વ તૈયારી કરી દીધેલી, દેરાસરના રંગમંડપમાં જ ત્રિગડા પર પ્રભુને ચતુર્મુખ (ચાર ધાતુના પ્રતિમાજી દ્વારા) ગોઠવી પાંચ શ્રીફળ વગેર ગોઠવી દીધેલ.
લાભ ચેઘડીએ ફા. સુ. ૫ રવિવારે ૧૦-૩ મિનિટે મહાનિશીથ વેગ વહન કરેલ મુનિશ્રી પ્રદવિજયજી મ. શ્રીએ દીક્ષાવિધિ ઉમંગભેર શરૂ કરાવી, ૧ળા વાગે સ્નાન કરી વિષ-પરિધાન કરી આવેલ ધર્મોત્સાહી ચરિત્રનાયકશ્રીને વિધિવત્ .... સામાયિક ઉરચરાવી બરાબર