________________
1િ82@2)
વંદના કરી શુદ્ધ વસ્ત્ર પહેરી શ્રી શાંતિનાથ-પ્રભુના જિનાલયે જઈ ચરિતામકશ્રીએ શંકરભાઈ સાથે ભાવભરી ચૈત્યવંદના કરી. બીજા દહેરે પણ જઈ ભાવભરી ભક્તિ કરી.
પછી પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી જાપમાં–ધ્યાનમાં હતા, શંકરભાઈએ ચરિત્રનાયકશ્રીને નવકાર-ઉવસગ્ગહર' ને પ કરવા કહ્યું. થોડીવારે પૂજ્યશ્રી જાપ–ધ્યાનથી નિવૃત્ત થયા. શંકરભાઈને કહ્યું કે—“હેમચંદને આવેલ સ્વપ્નને પરમાર્થ સમજાય છે, તેની જે અંતરંગ તૈયારી છે, તેને અટકાવવા મારી ભાવના નથી. પણ કુદરતી એક ઠેસ એવી મોટી લાગે તેમ છે કે આપણે નિરૂપાય છીએ ! મારા રાત્રિ-ધ્યાનમાં પણ તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્ર મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે “તમે ફા. સુ. ૫ ની દીક્ષા આપો, પણ વિદને ઘણું આવશે ! “અહીંને સંઘ પણ તૈયાર નથી !' બધું સમજી વિચારી કરશે.”
બેલે! હવે તમારા શે વિચાર છે! જાણું જોઈને સામી-છાતીએ વિનેની વણઝાર સામે થઈ કામ કરવાનું છે! હિંમતની કિંમત છે!”
' હેમચંદને આ અવસરે તક ચૂક્યા પછી મને મળવો મુશ્કેલ છે, એટલે મારી તે ઈચ્છા છે કે ગભરાયા વિના જે માટે તમે કપડવંજથી સાહસભરી રીતે નિકળ્યા છે, તેને પાર પાડયે છુટકો ! શાસનદેવ સહુ સારું કરશે.
શંકરભાઈ બોલ્યા કે “સાહેબ! અમે તે આ બાબત અબુઝ છીએ! આપના ચરણે આ પુણ્યાત્માને લાવવાનું શુભ નિમિત્ત હું જ છું! હવે આપ જે કહે તે બધું મંજીર છે”
ચરિત્રનાયકશ્રી તરફ પૂજ્યશ્રીએ જોઈને કો –કેમ હેમચંદ! શે વિચાર છે!” એટલે ચરિત્રનાયકશ્રી તો ખૂબ પ્રસન્ન બની હર્ષિત બની પૂજ્યશ્રીના ચરણોમાં લેટી પડયા કે–
સાહેબ! આ સંસારના કારાવાસથી છેડા મને ! વિને-અંતરાયે હેય તે જ ખરી કિંમત થાય કે આપણી શ્રદ્ધા-ભક્તિ કેટલી છે ! આપના ચરણેના પ્રતાપે અને જિનશાસનના પુણ્યપ્રતાપે બધું સારૂં થઈ રહેશે ! માટે કૃપા કરી ને તુર્ત ચારિત્રના પંથે મને લઈ જાઓ” આદિ.
પૂજ્યશ્રીએ ચરિત્રનાયકશ્રીને અહીંના સંધ તરફથી, કુટુંબીઓ તરફથી કે બીજા સરકારી લફરાં પણ થાય વગેરેને ખ્યાલ આપી તાવી જોયા, પણ પૂ. ચરિત્રનાયકીએ ચઢતે—પરિણામે સંયમની વિશિષ્ટભાવનાના બળે બધી જાતના અંતરને ધીરતાપૂર્વક સામનો કરવાની તૈયારી દર્શાવી.