SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ STERÝ VZELORE રાત્રે ૧૨ વાગ્યાના સુમારે સ્વપ્ન જોયું કે –“એક મોટા અજગરની ભીંસમાં રહેલા બકરાને કેકે છોડાવ્યા અને પોતે કેક મોટા પર્વતના શિખર પર ચઢી રહ્યો છે, ઠેઠ શિખરે પહોંચ્યા પછી કેક બે-ચાર બુરખાધારીઓએ પરાણે હાથ પકડી નીચે ઉતારી તળેટીમાં લાવી દીધે. ત્યાં બંદૂકધારી પિલિસે ઠંડા પછાડી બુરખધારીને ભગાડી મુક્યા એટલે પોતે ઉપર ચઢી પહાડી પરના જિનાલયમાં દર્શન-વંદન કરી ખૂબ ભાવવિભોર બન્યા.” તુર્ત આંખ ઉઘડી ગઈ, ઘડિયાળમાં ત્રણના ટકેરા પડયા. સ્વસ્થ થઈ બેસી ૨૧ નવકાર ૭ ઉવસગ્ગહર ગણ્યા. પછી શ્રી ગૌતમસ્વામીને છંદ બેલી શંકરભાઈને ઉઠાડી સ્વપ્નની વાત કરી. શંકરભાઈએ “ખૂબ સરસ સ્વપ્ન છે” એમ કહી ચરિત્રનાયકશ્રીને સામાયિક લેવા સૂચવ્યું –પોતે પણ સામાયિક લઈ બેઠા, સામાયિકમાં ધીમા મંદ સ્વરે નવસ્મરણ અને ઋષિમંડલ સત્રને પાઠ કર્યો. પછી શંકરભાઈએ ૧ બાંધી માળા ગણી અને ચરિત્રનાયકશ્રીને ૨૭ . ઉવસગ્ગહર ગણવા કહ્યું. એટલામાં પૂજ્યશ્રી જાગૃત થયા. એટલે સામયિક પારી પૂજ્યશ્રી પાસે ફેટાવંદન કરી બેસી ધીમેથી શંકરભાઈ એ ચરિત્રનાયકશ્રીને આવેલ સ્વપ્નની વાત કરી. પૂજ્યશ્રીએ સાંભળીને “સારૂં” “બધી વાત સવારે કરીશું” કહી બંનેને રાઈ-પ્રતિક્રમણ માટે સૂચના કરી. શંકરભાઈ અને ચરિત્રનાયકશ્રીએ સામાયિક લઈ પાંચ જ્ઞાનની, આઠ સિદ્ધના ગુણેની અને નવપદની આરાધના નિમિત્તો ૫-૮-૯ શાસ્સ ને કાઉસગ કરી કર્મક્ષય નિમિત્તે ૧૦ પાસ ને કાઉસગ્ન કર્યો. પછી ચારિત્રની આરાધના વહેલી પ્રાપ્ત થાય તે ભાવનાથી ૭૦ લેગસ્સનો કાઉસગ્ગ કર્યો. પછી સામાયિક લઈ રાઈ પ્રતિક્રમણ કર્યું. તેમાં શ્રી સીમંધરસ્વામી પ્રભુના ચૈત્યવંદનમાં સયલ સંગ ઠંડી કરી ચારિત્ર લઈશું” શબ્દો ખૂબ ભાવપૂર્વક ચરિત્રનાયકશ્રીએ આંખમાં ઝળઝળીયપૂર્વક બેલી હૈયાની નિખાલસતાપૂર્વક સંયમગ્રહણની પકડને મજબૂત કરી. પ્રતિક્રમણ પૂરું થયા પછી ઈરિયાવહી કરી શ્રી સિદ્ધગિરિની આરાધના નિમિત્તે ૨૧ સાસ ને કાઉસગ્ગ કરી વિવિધ દુહા બેલી ૨૧ ખમાસમણું દીધા પછી સામાયિક પારી ગુરૂ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy