________________
SUNTEMAS
જૈન દેરાસરે જઈ–ઉપાશ્રયમાં બિરાજમાન પૂ. શ્રી નીતિવિજયજી મ. ના શિષ્ય શ્રી શૈભણવિજયજી મ. ને ત્રિકાળવંદના કરી અમદાવાદ વિદ્યાશાળાથી પૂ. શ્રી નીતિવિજયજી મા, ને પત્ર તથા બે-ત્રણ પુસ્તકની પોટલી આપી વિશ્રામ લીધે.
સવારે વહેલા જવાના ઈરાદે શંકરભાઈ તુર્ત ગામમાં જઈ પેલા સાંઢણી સ્વાર તેજાજી મારફત મેળવેલ સરનામે જઈ સાંઢણીવાળા સાથે સવારે વહેલી પરોઢે ૪ વાગે લીંબડી તરફ જવાનું ઠરાવી બાર વાગે આવી સૂઈ ગયા.
૫. ચરિત્રનાયકશ્રી તે થાકના કારણે શ્રી નવકાર ગણી તુત સૂઈ ગયેલ.
સવારે ત્રણ વાગે ઉઠાડી–રાઈ પ્રતિક્રમણ કરી બરાબર ૩-૫૭ના મંગળ મુહૂર્વે પૂ. ભણવિ. મ. નું માંગલિક સાંભળી પૂ. ચરિત્રનાયકશ્રીને લઈને રવાના થયા. આ ઉપાશ્રયની નજીકમાંજ સાંઢણીવાળે આવી ઉભા રહેલ. ઈશારાથી સાંઢણીવાળાને પાસે બેલાવી કંકુથી તિલક કરી રૂપિયે આપી-સાંઢણીનું પણ કંકુ-ચેખાથી બહુમાન કરી. ત્રણ નવકાર ગણી પૂ. ચરિત્રનાયકશ્રીને સાંઢણીવાળાની પાછળ બેસાડી, શંકરભાઈ પિતે ૭ નવકાર ગણી પૂ. ચરિત્રનાયકશ્રીની પાછળ બેસી સાંઢણીવાળાને જેમ બને તેમ ઝડપથી લીંબડી ૯ વાગ્યા પૂર્વે પહોંચાડવા સૂચના કરી.
સૂર્યોદય લગભગ બરવાળાની ઘેલે નદી વટાવી સાડા સાત લગભગ લીંબડીના પાદરે. ભેગાવાના કાંઠે પહોંચી ગયા.
શંકરભાઈએ સમયસર પહોંચાડવા બદલ સાંઢણીવાળાને ઠરાવેલ ભાડા ઉપરાંત બક્ષીસ આપી છૂટો કર્યો.
ફા. સુ. ૩ ગુરૂવારના શુભ ચોઘડીએ લીંબડીના પાદરે ભોગાવા કાંઠે બેસી લીંબડીના જૈન દેરાસર સામે મુખ રાખી સાત નવકાર અને ત્રણ ઉવસગહરં ગણી શ્રી ગૌતમ સ્વામીજીનું નામ લેવા સાથે પૂ. ચરિત્રનાયકશ્રીને ઉપડતા સૂરે સાત ડગલાં મુકાવવા સાથે શંકરભાઈએ લીંબડી શહેરમાં સુહાગણ બાઈને શુકન સાથે પ્રવેશ કર્યો.
વ્યવસ્થિત પદ્ધતિપૂર્વક વસાવેલ લીબડી શહેરના શેતરંજના પાટસમા ઉભા પટ્ટા જેવા રાજમાર્ગો થઈ શ્રી શાંતિનાથ પ્રભુના મોટા જિનાલયે થઈ શાંતરસ ઝરતી શ્રી શાંતિનાથ પ્રભુની મુખમુદ્રાનાં દર્શન કરી ધન્ય પાવન બન્યા, સવા રૂપીયો, શ્રીફળ, ગહેલી કરી ચઢાવી
ગમો |
ગીરીક