________________
થડીવારે સરખેજની નજીક પહોંચ્યા, એટલે શંકરભાઈ એ તેજાજીને સાણંદવીરમગામ બાજુએ રાખી બાવળા-ગાંગડ થઈ બગદર થઈ ગુદી-ફેદરાના રસ્તે રાત્રે દશ પહેલાં ધંધુકા પહોંચી જવાય તેમ કરવા સમજણ પાડી.
પશ્ચિમાકાશમાં સન્મુખ ફાગણ-બીજને ચંદ્ર ચમકતો હતો. પૂ. ચરિત્રનાયકશ્રીએ શંકરભાઈની સૂચનાનુસાર બીજની ચંદ્રકલાને નમસ્કાર કરી વિમાનમાં રહેલ શાશ્વત જિનબિંબને વંદનાપૂર્વક ભાવના ભાવી કે
સુ. ૨ની ચંદ્રકલાની જેમ મારું જીવન સંયમ–માર્ગ ધપી સોળે કળાએ ખીલી શાસનને પ્રભાવક બનું.”
એ મંગળભાવના સાથે શુકનગાંઠ ૭ નવકાર ગણી બાંધી. ડીવારે બાવળાના પાદરે ચીબરી કાંટાળા થર પર બેસી પશ્ચિમ દિશા સામું મોં રાખી ત્રણવાર ચીરપી... ચીરપી એમ બોલી.
શંકરભાઈએ સુ. ૨ ના રાત્રિના પ્રથમ પ્રહરે જવાની દિશા સામું મુખ રાખી ડાબે ચીબરીને બેલતી જઈ મહાશુકન માન્યાં, પણ કાંટાળા શેર પર બેઠેલ એટલે કંઈક વિન નડશે એવી કલપના થવાથી ૨૧ નવકાર, ૭ ઉવસગ્ન. પિતે ગણ્યા અને પૂ. ચરિત્રનાયકશ્રી પાસે ગણવ્યા.
ફાગણ મહિનાની રાત્રિ એટલે નહીં ઠંડી કે નહીં ગમી અને નવ વાગ્યાને સહામણે સમય, ખેતરમાં ખેડૂતે મેલ-પાકને સાચવવા માંચડા પર કે ખાટલા ઢાળી મરતીથી જંગલની ખુશનુમા હવા સાથે તાલ મિલાવી દેશી સંગીતના સૂરમાં મસ્ત થયેલ.
આવે વખતે ભયંકર સૂકા-ભડ ભાલ પ્રદેશમાં પ્રવેશ થયે.
ડાબેથી આવતે ઉતેલીયાને ભેગા તથા લેલીયાનો વચ્ચે આડો આવતે ભેગા અને તેનાં થોડાં પાણી સૂકો-કીચડ મિશ્રિત રસ્તે પવનવેગી સાંઢણને કુશળ તેજાજીએ પૂબ કાબૂમાં રાખી પાર ઉતારી હેમખેમ ૧૧ વાગતાં તે ધંધુકાના પાદરમાં પહોંચી ગયા.
ધંધુકાના પાદરે શંકરભાઈ એ નક્કી કર્યા પ્રમાણે ઠરાવેલ ભાડું ઉપરથી બક્ષીસના પાંચ રૂપિયા તથા ગળપાપડીનું ભાથું તેજાજીને આપી સન્માન સાથે છૂટો કર્યો.
પછી શંકરભાઈ અજાણ્યા ગામમાં પણ ધર્મ-સ્થાનકની નિશ્રાએ સુખપૂર્વક રાત ગાળી શકાશે એમ વિચારી તથા. પૂ. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વર ભગવંતની પુણ્યભૂમિના પવિત્ર પરમાણુઓથી આરંભેલું કાર્ય નિર્વિદને પાર પડે તે હેતુથી પૂછતાં પૂછતાં
Lજી વણાઈ નહ૧૭ રા ચરિત્ર |