SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરત જોઈ રહી હતી કે સમસ્ત સંસારને ભવસમુદ્રથી પાર ઉતારવાની શક્તિ ધરાવનાર જિનશાસનને એક મહારથી સૈનિક બનવાની ગ્યતાવાળો પુણ્યશાળી જીવ સગવશ અંધારપછેડાને લાભ લઈ હિંમતભેર ધનસમૃદ્ધિ, સ્ત્રી, માતા, પિતા આદિ કુંટુબની બળી જંજાળને કપડા પર વળગેલા તણખલાની જેમ ખંખેરી દઈ ત્યાગ-વૈરાગ્યના પંથે સંયમના ઉચ્ચતમ શિખરો સર કરવા જઈ રહ્યો છે. ડીવારે નદી દરવાજા નજીક પહોંચ્યા, પણ તેતીંગ દરવાજા બંધ હતા. ચેકીદાર એક બાજુ બંદૂકને ઉભી કરી બેઠો બેઠો તંદ્રાવશ ઝોલાં ખાતે હતે. કાયદા-કાનૂનની રીત રસમ પ્રમાણે રાત્રે બંધ થયેલ નગરકોટના દરવાજા ઉચ્ચ-અધિકારીની ખાસ મંજૂરી વિના ઉઘડવાની શક્યતા ન હોઈ “સમય વર્તે સાવધાન” ની નીતિ અપનાવી શંકરભાઈ કોટના દરવાજાની ડાબી તરફ ગંદા પાણીના પ્રવાહને વહી જવા માટે બનાવેલ મોટા નાળા તરફ વળ્યા, જેમાં ભૂંગળાં ગોઠવેલ અને આસપાસ ઝાડીઝાંખરાં કચરે અને અપાર દુર્ગધ ભરેલ તેમાં થઈને શહેર બહાર જવાના ઉપાય સિવાય અંધારી રાતે બહાર જવાય તેમ ન હોઈ શંકરભાઈ એ પૂ ચરિત્રનાયકશ્રીને કાનમાં કહ્યું “ભાઈ ! વાત આ રીતની છે! છે હિમ્મત! દુર્ગધને સહન કરવાની, ગંદકી, કીચડ અને ઝાંખરામાંથી હિમ્મતભેર પસાર થવાની તૈયારી છે ને?” પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે- “આ સંસારના ભયંકર કારાવાસમાંથી છૂટવા માટે તમે સાક્ષાત્ નરકાવાસમાંથી પસાર થવાનું કહે તેય મને મંજુર છે! તમારા જેવા મારા ભવભવના ઉપકારી કેણ મળે? કે મને આ રીતે આ સંસારના કેદખાનાથી છોડાવવા આટલી ઉમંગભેર સહાય આપે. ” “માટે કાકા! આપ આગળ અને હું પાછળ! મારી ચિંતા ન કરે. આપને મારી ખાતર છેડી દુર્ગધ સહન કરવા આદિની તકલીફ ભોગવવી પડશે, તે બદલ હું આપને એ શિંગણ બની રહ્યો છું.” શંકરભાઈ બોલ્યા કે–“બેટા હેમુ! તું આ શું છે ? મારે ઘેળા થવા આવ્યા તેય હજી આ વિષ્ટા ચુંથવાની પ્રક્રિયા છોડાતી નથી. તું હજી દૂધ-મુંહ ગણાય! જુવાનીના દર પણ હજી ફૂટયા નથી, ત્યાં આવી ધીરતા અને ગજબની હિમ્મત કેળવી પ્રભુશાસનના સંયમ 3
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy