SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ SHUVDUTEURS ખૂબ આનંદભેર સર્વવિરતિના પંથે જવાના ઉદાત્ત અરમાનના મીઠાં-મધુર સેલાં નિહાલતા પૂ. ચરિત્રનાયકશ્રી સંથારા-પિરસી દ્વારા આત્મશુદ્ધિનું બધુ બળ મેળવી શયનખંડમાં ગયા. મગનભાઈને પૂ. ચરિત્રનાયકશ્રીના ગયા પછી વિચારોનું તુમુલ બંધ ચાલવું. ઘરમાંથી શ્રાવિકાનું વલણ આસો સુદ પૂનમથી નરમ થયેલું છતાં હેમચંદે ૮-૧૦ દિવસ પૂર્વે જ્યારે આ સુ. ૧૫ ની વાતની યાદ દેવડાવી સંયમપંથે જવા માટેની સંમતિની વાત કરેલ ત્યારે ગાઢ સંચિત મેહના રે વાઘણની જેમ છંછેડાઈને શ્રાવિકાએ પૂ. ચરિત્ર નાયકશ્રીને દબડાવેલા અને વાતાવરણમાં ભારે કલુષિતતાનું ડેબાણ આખા કુટુંબમાં ફેલાયેલ. તે બધું વિચારતાં મગનભાઈ ભારે વ્યથિત બન્યા. પિતાની સ્થિતિ “સૂડી વચ્ચે સેપારીની જેમ નાજુક બની રહી. એક બાજુ નદી બીજી બાજુ વાઘની જેમ મગનભાઈ રાત્રે શાંતિથી ઉંઘવાના બદલે પ્રશસ્ત વિચાર-ધારામાં ચઢી ગયા. એક તે શ્રાવક તરીકે પિતા તરીકેની પવિત્ર ફરજ. બીજી બાજુ પુત્રની દીક્ષાની ખુલ્લી હિમાયત કરવામાં પુત્રની દીક્ષાનાં દ્વાર સદાના માટે ભીડાઈ જવાને ડર તથા અધુરામાં પુરૂં શ્રાવિકાએ પુત્ર-વધુને હાથ પર લઈ તેના માતા-પિતા કે જેઓએ પૂ. ચરિત્રનાયકના કુળની અપેક્ષાએ ધાર્મિક-સંસકારોની દષ્ટિએ ખૂબ જ પછાત હેઈ ઉશ્કેરણી કરી માર્ગને વધુ વિષમ બનાવેલ. આ બધી ગડમથલમાં રાત્રે ૧ વાગે દેવગુરૂનું શરણું લઈ મગનભાઈ એ ઘીને દીવે કરી કેશરીયાજીના ફેટા સમક્ષ ત્રણ બાંધી માળા ગણી આર્તભાવે શાસનદેવને પ્રાર્થના કરી કે–“મારા કુલદીપકની દીક્ષા નિર્વિદને થઈ જાઓ.” આંખ મીંચીને મગનભાઈએ હાર્દિક કામના વ્યક્ત કરી. ડીવારે સામે તેજવલ દેખાયું, જેમાં તેજસ્વી અક્ષરાએ “હિંમત કર! સફળતા મળશે.”નું લખાણ વાંચી હૈયામાં ખૂબ આનંદ થયે. ત્રણ વાગે મગનભાઈ આનંદપૂર્ણ સ્થિતિમાં સૂઈ ગયા. HO** GOO6
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy