SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ SHUDUWEEARS ૪ ધર્મક્રિયાઓ કરાવવા વગેરેની પ્રવૃત્તિ સેંપી દીધી હતી પિતે અનુકૂળતાએ યોગ્ય દેખરેખ રાખતા. દીપચંદ શેઠના આગ્રહથી અમદાવાદ, સુરત, બોટાદ, લીંબડી, વઢવાણ, આણંદ, મહેસાણું, પાટણ, આદિ ક્ષેત્રોના અનેક ધર્મપ્રેમી ગૃહસ્થ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રાએ સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસને લાભ મળે તે માટે રહેલ. તે બધાએ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રાએ સવાર-સાંજ પ્રતિક્રમણ, તળેટી-યાત્રા, વ્યાખ્યાન-શ્રવણ, બપોરે પૂ. ઝવેરસાગરજી મ. ની આગમવાચના આદિને લાભ લઈ જીવન ધન્ય બનાવતા, ક્યારેક સહુના આગ્રહથી પૂ. ગચ્છાધિપતિશ્રી સવારે શત્રુંજયમાહાસ્યના વિવેચન પ્રસંગે તારક-તીર્થાધિરાજની યાત્રા, આરંભ-સમારંભના ત્યાગની પ્રધાનતાએ શ્રાવક-જીવનની સફળતા અને વિષય-કષાયની વાસનાઓના શમન માટે કરાતી ધર્મક્રિયાનું રહસ્ય આદિ . બાબતે પર શેડો પ્રકાશ પાથરતા. આ રીતે બપોરે પણ પૂ. સાધુ-સાધ્વીઓને તાવિક બાબતે તરફ ધ્યાન ખેંચનારી વાચના આપતા. ટુંકા પણ માર્મિક પૂ. ગચ્છાધિપતિશ્રીના ઉપદેશથી ચતુર્વિધ શ્રીસંઘમાં અને ભાવેલાસ જાગૃત થવા પામેલ. પરિણામે સંયમ-ધર્મની શુદ્ધિ સાથે તપ-ધર્મની વિવિધ પ્રકારે આરાધના ખૂબ શરૂ થઈ આ ચોમાસામાં પૂ. ગચ્છાધિપતિની તબિયત અવાર-નવાર વિવિધ–રોગોથી ઘેરાયેલી રહી. જેમાં માસી–ચૌદશ પછી મેલેરીયાના તાવે અને તેની અશક્તિ શરીરને વધુ ક્ષીણ બનાવી રહી. છતાં પૂ. ગચ્છાધિપતિ અવાર-નવાર તળેટી–ગિરિરાજની પર્શના-બપોરની વાચના અને બીજી પણ શાસનાનુસારી વિવિધ પ્રવૃત્તિઓ યથાશકય ચાલુ રાખતા. ચોમાસા દરમ્યાન પૂ. સાધુ-સાધ્વીઓને પૂ. ગચ્છાધિપતિશ્રી હિતશિક્ષા-ભરી ગ્ય ટકોર કરતા કે— THIẾU NHI : 8
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy