SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ BLVA ઝવેરસાગરજી મ.ના આગમિક તાત્વિક-વ્યાખ્યાને સંભળાય તે હેતુથી માસું રહેવાને વિચાર સંઘવી શેઠ દીપચંદભાઈ આદિએ સ-પરિવાર કરવા નિર્ધાયું. પૂ. ગચ્છાધિપતિશ્રીએ સંધવીના આગ્રહથી શેઠ નરશી નાથાની ધર્મશાળામાં ચાતુર્માસ માટે જે.સુ. ૧૧ના મંગળદિને પ્રવેશ કર્યો. સંઘવીએ સાકરના પડા વહેંચી સકળ-શ્રીસંઘનું બહુમાન કર્યું. ત્યારથી પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના શ્રી શત્રુંજય માહાસ્ય ઉપર તાત્વિક-છણાવટવાળા વ્યાખ્યાને શરૂ થયાં. પૂ. ગચ્છાધિપતિશ્રી અનુકૂળતાએ અવાર-નવાર ચતુર્વિધ-શ્રીસંઘ સાથે શ્રી શત્રુંજય તળેટીની યાત્રાએ પધારતા, ત્યાં ભાવવાહી ચૈત્યવંદન કરી ગિરિરાજની સ્પર્શના કરી શ્રી શત્રુંજય ની આરાધનાને કાઉ. અને ૧૦૦૦ જાપ કરતા-કરાવતા. વિશિષ્ટ-પર્વના દિવસોમાં પૂ. ગચ્છાધિપતિશ્રી શરીર-શક્તિ ક્ષીણ જેવી છતાં ભાલાસથી ગિરિરાજ પર ચઢી જતા અને દાદાને ભેટી ખૂબ આનંદ-વિભેર બનતા. અસાડ સુદ ૫ ના મંગળદિને પૂ. ગચ્છાધિપતિશ્રી ઉપર પધારેલ, ત્યારે નવ-ટૂંકમાં બધે દર્શન કરવા પધારેલ, પછી નીચે આવતાં વરસાદની હેરાનગતી થવાથી શરીર–શ્રમ અને શર્દીની તકલીફમાં વધારે થયે. પરિણામે તાવની કસર રહેવા માંડી. દીપચંદ શેઠ પૂ. ગચ્છાધિ. ની ભાવનાને માન આપી સકળ-સંઘ સાથે અસાડ સુદ ૧૦ ગિરિરાજ-પૂજા ખૂબ ભાવલાસ સાથે ડોલીમાં પૂ. ગચ્છાધિપતિશ્રીને સાથે રાખી ઠાઠથી કરી. અસાડ સુદ ૧૪ ડેલીથી યાત્રા કરાવવાને બધાને આગ્રહ છતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ વિના-કારણ આવા દેષ લગાડવા તે સાધુજીવન માટે ઠીક નથી, એમ કહી તલેટીની યાત્રા કરી. બીજા સાધુઓને ગિરિરાજની યાત્રાએ મોકલ્યા. પિતે ધીમે-ધીમે ચાલી ધર્મશાળાએ પધાર્યા. છતાં આ શ્રમના કારણે બપોરના માસી-દેવવંદન વખતે તાવની તકલીફ વધુ રહી. સાંજના માસી-પ્રતિક્રમણ વખતે પણું શરીર જવરાક્રાંત બની રહ્યું. પૂ. ગચ્છાધિપતિએ પૂ. ઝવેરસાગરજી મ. અને પૂ. કુશલવિજયજી મ. આદિને
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy