SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ E Susiai EEURS ફા.વ.૧૧ના શુભદિને પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં અમદાવાદૃથી આવેલ સકળ શ્રીસ થે ગુરૂમહારાજ સાથે ગિરિરાજનું આરહણુ કરી દાદાને ઉમંગભેર ભેટી ઠાઠથી સ્નાત્રપૂજા આદિ ભણાવી ધન્ય પાવન મની રહ્યા. સંઘવી શ્રીદીપચંદશેઠને ૧૨-૩૭ના મંગળ મુહૂર્તો પૂ. ગચ્છાધિપતિશ્રીના વરદહસ્તે તીથમાળા પહેરાવવામાં આવી. આ પ્રસંગે મારવાડમાંથી યાત્રાર્થે આવેલ શ્રી ઝાખકચંદજીને પૂ. શ્રીગચ્છાધિપતિશ્રીની દેશના સાંભળી ઘણા વર્ષોની દીક્ષાની ભાવના સ-તેજ થવાથી પૂ. ગચ્છાધિપતિશ્રીને વદ-૧૪ અપેારે પેાતાની ભાવના વ્યક્ત કરી. પૂ. ગચ્છાધિપતિશ્રીએ તે ભાઈને થડા દિવસ પેાતાની પાસે રાખી ચકાસી જોઈ તેના કુટુબીજાને બોલાવી સંમતિ મેળવવાપૂર્વક વૈ, સુ. ૩ના મંગળદિને દીક્ષા આપી મુનિ ભાવવિજયજી મ. નામ સ્થાપી પેાતાના પ્રીતિપાત્ર મુનિશ્રી કમલવિજયજી મ. ના શિષ્ય મનાવ્યા. નવ-દીક્ષિત સાધુને પાલીતાણા જેવા ક્ષેત્રમાં સંયમની મર્યાદા અંગે ચામાસુ` ઉપયાગી નહીં ધારી પૂ. ગચ્છાધિપતિશ્રીએ પોતાના ખાસ પ્રીતિપાત્ર મુનિશ્રી કમલવિજયજી મ. ને સાથે રાખવાની ભાવના છતાં નવ–દીક્ષિત પુણ્યાત્માના લાભાથે મહાતાર્કિક શ્રી દાનવિજયજી મ. તથા મુનિશ્રી રાજવિજયજી મ. સાથે વડાદરા ચામાસા માટે માકળ્યા. આવી હતી પૂ. ગચ્છાધિપતિશ્રીની સંયમચર્યાં ટકાવવાની અજબ કુનેહ !!! પૂ. ગચ્છાધિપતિશ્રીની કાયા શાસનના અનેક કામના ધક્કાથી જર્જરિતપ્રાયઃ થવા પામેલી, તેમ છતાં સંયમ--પાલનમાં તેઓશ્રી અપૂર્વ જાગૃત હતા. પૂ. ગચ્છાધિપતિશ્રીને ચે.માસા માટે ભાવનગર, શીહાર, મહુવા, સાવરકુંડલા, આદિ અનેક ગામની આથડુભરી વિનંતિએ છતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ જરા-જર્જરિત કાયાનું કલ્યાણુ કરવાના ઉદ્દેશ્યથી તરણુ-તારણહાર ગિરિરાજની શીતળ છાયામાં ચામાસુ રહેવાની ભાવના દર્શાવી. જેથી અમદાવાદથી સધ લઇને આવેલ સંધવી. શેઠ શ્રી દીપચંદ દેવચંદભાઇ આદિ પશુ ખૂબ પ્રસન્ન થયા, તેઓને પણ પૂ. ગચ્છાધિપતિશ્રીની સેવાનો લાભ મળે તેમજ પૂ. ઈ ગઈ. મો ૧૩૬ કા Ꭶ ક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy