SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Belove ચૈત્ર વદ ત્રીજના રોજ બંને પક્ષના આગેવાને પૂજ્યશ્રીને ઉદયપુર પધારી ધર્મ સ્થાના વહીવટમાં પડેલી ગૂંચ ઉકેલવા પધારવા આગ્રહભરી વિનંતિ કરી. એટલે ઉદયપુરની ધાર્મિક-સંપત્તિઓના વહીવટીતંત્રમાં થયેલ ખેંચાતાણીના પરિણામે ધર્મસ્થાનોની અ-વ્યવસ્થા ન થાય, વળી ઉદયપુર શ્રીસંઘનો તથા સામા પક્ષે ચગાનને વહીવટદારોને ખાસ આગ્રડ તથા ચોગાનના દહેરાસરની સ્થાપના સાગર–શાખીય-મુનિવરોના હાથે થયેલી હોઈ તેની અ-વ્યવસ્થા નિવારવાની પિતાની જવાબદારી આદિ કારણે ને વિચારી ઈચ્છા નહીં છતાં પરિસ્થિતિવશ પૂજ્યશ્રીએ ઉદયપુર તરફ વિહારને વિયાર રાખે. ચૈત્ર વદ દશમના દિને ઘાણેરાવથી કુંભલમેર, રીંછેડ, આમેર થઈ રાજનગરદયાલશાહને કિલ્લે, અદબદજી થઈ વૈશાખ વદ ૧૧ ના મંગળદિને ઉદયપુર પધાર્યા. - શ્રીસંઘે પૂજ્યશ્રીનું ચાતુર્માસ હવે અહીં જ થશે અને આગ્રહ કરી કરાવીશું જ, એમ ધારી ધામધૂમથી પ્રવેશ મહત્સવ કર્યો. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ધર્મસ્થાના વહીવટની પવિત્રતા કાર્યવાહકેની જવાબદારી આદિ પર પ્રકાશ પાથરવા સાથે બંને પક્ષનું બરાબર સાંભળી હકીકતમાં અહંભાવથી ઉપજેલ વિકૃત વાતેનું નિરાકરણ કરી બંનેનું મન સંતુષ્ટ કર્યું. પણ પૂજ્યશ્રીને પરિસ્થિતિનો અભ્યાસ કરતાં લાગ્યું કે અણસમજ અને વહીવટી નિપુણતાના અભાવે કેટલીક અક્ષમ્ય-વાઓ થવા પામી છે, તેથી બધા ચોપડા તપાસી ખાતાવાર બધી વિગતે મેળવી વહીવટદા રેનું ધ્યાન ખેંચી યથાયોગ્ય સુધાર કરાવ્યા. આ બધી પ્રવૃત્તિમાં જેઠ વદ પાંચમ થઈ ગઈ. જેઠ વદ ૧૦ ના આદ્રા હતા, વરસાદની તડામાર તૈયારીઓ થઈ ગઈ, એટલે અનિચ્છાએ તેમજ શ્રીસંઘના અતિ--આગ્રહથી અને માગસર વદમાં ચાતુર્માસની ગર્ભિત હા પડાઈ ગયેલ હોઈ વચનબદ્ધતાના કારણે વિ. સં. ૧૯૪૩ નું ચેમાસું પૂજ્યશ્રીને ઉદયપુર કરવું પડયું. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં દેવદ્રવ્યાદિની અ-વ્યવસ્થા દૂર કરવાના શુભ આશયથી શ્રાવકના કર્તવ્યના અધિકારની વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવનાર શ્રીશ્રાદ્ધ-દિનકૃત્ય સૂત્ર અને ભાવનાધિકારે સુદર્શનચારિત્ર શરૂ કર્યું. શ્રાવકના દૈનિક-કર્તવ્યને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે તે રીતની છણાવટ સાથે પૂજ્યશ્રીએ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy