SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ METSÄTTNJEMRE સાધુને સાંભળવા જિજ્ઞાસા થઈ. ગામમાં સ્થાનકવાસીઓની સંખ્યા વધુ અને તેઓ અજ્ઞાનવશ થતા સંકોચના કારણે ઉપાશ્રયે આવતાં અચકાય, તેથી શ્રીસંઘના આગેવાનોએ બજારમાં જાહેર વ્યાખ્યાનની ગોઠવણ કરી. સ્થાનકવાસી ઉપરાંત જૈનેતર સંવેગી જૈન સાધુની તારિવક–દેશના કદી સાંભળેલ ન હોઈ ખૂબ ધર્મોલ્લાસથી આનંદિત બન્યા. શ્રીસંઘે ફાગણ-ચોમાસાને આગ્રહ કર્યો. વધુ પ્રમાણમાં લોકોની સક્રિય ધર્મભાવના નિહાળી પૂજ્યશ્રીએ ફાગણ-ચમાસી સુધી સ્થિરતા કરી. આ દરમ્યાન વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાયેલ પૂજ્યશ્રીની ધર્મ–કીર્તિથી પ્રેરાઈ ઘાણે રાવના શેઠ સુલતાનમલજી સંઘવીએ પિતાના ખર્ચે બહારથી આરાધકોને બોલાવી સામુદાયિક ચૈત્રી–ળી કરાવવા માટે ભાવનાશીલ બની પૂજ્યશ્રી પાસે આવી ઘાણેરાવ પધારવા અગ્રહભરી વિનંતી કરી. પૂજ્યશ્રીએ ક્ષેત્ર-સ્પર્શના અને ધર્મ–પ્રભાવનાને વિચાર કરી ફવ. ૫ સાદડીથી વિહાર કરી ઘારાવ પધાર્યા, ત્યાંના વિશાળ જિનમંદિરોમાં તથા નજીકમાં રહેલ મૂછાળા મહાવીરજી તીથે અનુપયોગથી થનારી અનેક આશાતનાઓ વારી પૂજ્યશ્રીએ ફા.વ. ૧૦ થી વ્યાખ્યાનમાં ૌત્રી-ળીનું મહત્વ જોરદાર એજસ્વિની શૈલિથી સમજાવવા માંડ્યું. પરિણામે ચૈત્રી-એળીનું સામુદાયિક આરાધન કરાવવા ઈચ્છતા શેઠ શ્રી મુલતાનમલજી સંઘવીએ ખૂબ ભાલાસપૂર્વક સુંદર આરાધન કરાવવા તૈયારી કરી. ' પત્રિકા લખી આસપાસના ગામના ભાવિક-આરાધકોને આમંત્ર્યા. ચે. સુ. ૬ ના રોજ બધા તપસ્વીઓના ઉત્તરપારણાં રાખ્યાં, સ્થાનિક શ્રીસંઘમાં સંગીસાધુઓને સંગ ઘણા વખતે મળ્યા હોઈ ધર્મોત્સાહ ઘણે હતે. ત્રણ સ્થાનિક અને બહારના અઢીસો મળી સાડાપાંચ આરાધકેએ શ્રી નવપદજીની ઓળીની સુંદરતમ આરાધના પૂજ્યશ્રીની નિશ્રાએ કરી. ચૈત્રી ઓળી દરમ્યાન ઉદયપુર શ્રીસંઘ અને ચૌગાનના દહેરાસરોના વહીવટદારને પત્ર આવ્યું, જેમાં પરસ્પર મતભેદના કારણે થઈ પડેલા વર્ગવિગ્રહ અને વૈમનસ્યની વાત રજુ થયેલી અને બંને પક્ષે પૂજ્યશ્રીને તાકીદે ઉદયપુર પધારી વૈમનસ્ય દૂર કરવા વિનંતિ કરેલી. Z AZZ SUITTSઝkl/
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy