SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ 12DUYULANTE એકંદર ખૂબ ઉમંગ-ઉત્સાહથી માહ સુ. ૫ બપોરે વિજ્યમુહૂતે ઘેરથી ઉપાશ્રયે આવી બધી તૈયારી કરી બરાબર ૩-૩૭ના મંગળમુહૂર્તે હાથી-ઘોડા-ડંકા નિશાન આદિ ભવ્ય આડંબર સાથે શ્રીસંઘે પૂજ્યશ્રીને મંગળાચરણ બાદ પ્રયાણ કર્યું. આખા શહેરના જૈન-જૈનેતરોએ ધનજી શેઠનું બહુમાન પુષ્પમાળાઓ અને તિલક સાથે શ્રીફળ અને રોકડનાણુથી ઉલાસભેર કર્યું. પ્રથમ મુકામ “મામ: ક્ષેમકરીઃ” એમ ધારી ટૂંક વિહાર કરી દેવાલી ગામે કર્યો. ત્યાંના જૈન શ્રીસંઘે શ્રી સંઘનું ભવ્ય સ્વાગત કર્યું” પૂજ્યશ્રીનું વ્યાખ્યાન થયું. સાંજે શ્રીસંઘની ભક્તિ થઈ, રાત્રે પ્રભુ-ભક્તિ ઠાઠથી થઈ.. ઉદયપુર શ્રીસંઘના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપરાંત હજારોની સંખ્યામાં જૈન-જૈનેતરોએ વ્યાખ્યાન આદિમાં લાભ લીધે. બીજે દિવસે ગેગુંદા મુકામ થયો, પાંચમા મુકામે ભાણપુરાની નાળ થઈ માહ સુ. ૧૧. મંગળપ્રભાતે રાણકપુર તીર્થે પ્રવેશ કર્યો. આસપાસના ઘાણેરાવ-સાદડી આદિના હજારો ધર્મપ્રેમીઓ શ્રીસંઘના દર્શનાર્થે આવ્યા. સુ. ૧૩ના સવારે ૯-૨૩ મિનિટે તીર્થમાળાની વિધિ શરૂ થઈ. શાસન-પ્રભાવનાપૂર્વક ભારે ઠાઠથી ૧૧-ર૭ મિનિટે સંઘવીને માળારોપણ થયું. આ પ્રસંગે સંઘવીએ છૂટે-હાથે સાત ક્ષેત્રમાં લાભ લીધે. પૂજ્યશ્રીની દેશનાથી શ્રીસંઘના યાત્રિકોએ યાત્રાની પુનિત સ્મૃતિ નિમિત્તે વિવિધ જાતના ધર્માભિગ્રહો સ્વીકાર્યા. સાદડી-સંઘના આગેવાન શ્રાવકોની આગ્રહભરી વિનંતિ થવાથી પૂજ્યશ્રી માહ સુ. પૂનમ સાંજે સાદડી ગામ બહાર પધાર્યા. માહ વદ ૧ સવારે પૂજ્યશ્રીને નગર–પ્રવેશ થયે. પૂજ્યશ્રીની તાત્વિક-દેશના અને સચોટ હદયસ્પર્શી ઉપદેશ-લિથી પ્રભાવિત બનેલ સાદડી શ્રી સંઘે પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક રેયા. ત્યાંના સ્થાનકવાસીઓના આગેવાન શ્રાવકોને તાત્વિક શાસ્ત્રીય વાતેની રજુઆત કરનારા સંગી [ ન ૧૨૯ : %ER % છે.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy