SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ SESSÄVZEMRS જીવ આપનામાં જ રમે છે. આપ જેવા તારક ગુરૂદેવશ્રીના સતત સમાગમમાં રહેવાની તીવ્ર તમન્ના છે. મારા બાપુજી અવારનવાર આપના અનેકવિધ ઉપદેશામૃત-ભરપુર પત્ર વગેરેના આધારે આપની તાત્વિક વાણી-સુધાના મીઠા મધુર ધુંટડા પીવડાવે છે. દેને પણ દુર્લભ આ માનવ-જીવનની સફળતા આપ જેવા સદગુરૂના ચરણોમાં બેસી સંસારની છકાયના આરંભ- સમારંભના ફૂટામાંથી છુટી વિશિષ્ટ રીતે સંયમી-જીવન કેળવી સર્વ-છને અભયદાન આપનારી જીવનચર્યામાં છે ! હે તરણતારણહાર ! કૃપાળુ ગુરુ ! કંઈક એવું માર્ગદર્શન બતાવો! કે જેથી સંસારનાં બંધને મને ન સતાવે ! દેવ-ગુરુ-કૃપાએ જલદીથી હું પ્રભુ-શાસનના સંયમના પંથે ધપી જાઉં! મારા મોટાભાઈનાં લગ્ન થઈ ગયાં છે, મારા પણ વેવિશાળ થવાની તૈયારીઓ ચાલુ છે, બાપુજી તે મારા જીવનને પ્રભુ—શાસનના પંથે ધપાવવા માટે ખૂબ સાગ આપે છે, પણ માતાજી ખૂબ ધર્મિષ્ઠ આરાધક છતાં મને સંસારના કારાવાસમાંથી છોડાવનારી દીક્ષા માટે ખૂબ જ ઇતરાજી દર્શાવે છે. સાંભળ્યા મુજબ તુર્તમાં વેવિશાળ કરી લગ્નની બેડીમાં મને જકડી દેવાની યોજના માતાજીએ ગોઠવેલ છે. તેથી મારા પાપનો ઉદય હઠે ! અને હું સંસારના બંધનમાં ન ફસાઉ' ! તે કોઈ માર્ગ બતાવશો. !!! માતા-પિતાને પરમારાય ગણી તેઓની આજ્ઞા શિરોધાર્ય કરવી એમ સામાન્યથી કહેવાય, પણ આ રીતે મોહના પાશમાં ફસાવવા માટેની વતી તેઓની પ્રવૃત્તિને આવકારવી ? કે શું કરવું તે ગૂંચ છે !!! આપશ્રી યોગ્ય માર્ગદર્શન જરૂર આપશે મારે બીજી પણ કેટલીક વાતે “ આત્મા સંસારમાં શી, રીતે ? શા માટે કમ બાંધે છે ? કમ જે આપણને દુઃખી કરતું હોય તો દુ:ખ આપનાર તે કર્મને આપણે બાંધીએ જ કેમ!” વગેરે ગૂંચભરી બાબતે પુછવી છે, કે જે કરીથી કયારેક પત્રમાં લખી જણાવીશ. હાલ તે આપ મારા જીવનના ઉદ્ધારક બની લગ્ન-જીવનના લપસણીયા પંથે જવાને બદલે સંયમના ઉદાત્ત અને એકાંત હિતકર માર્ગ પર આવી શકાય, તે કોઈ સફળ-ઉપાય જણવવા તસ્દી લેશો. આપને હું ભભવ ઋણી રહીય. આપના સંયમતી, જ્ઞાન-ગરિમાની, ભૂરિ–ભૂરિ અનુમોદના સાથે અલ્પ–મતિ મારાથી કંઈ અજુગતું પત્રમાં લખાયું હોય કે અવિવેક થયો હોય તો તે બદલ વારંવાર ક્ષમા માગું છું, અને સાથે આપના દર્શનની તીવ-અભિલાષા-ઝંખના ધરાવતે આપના પત્રની પ્રતીક્ષા સાથે વિરમું છું.” સં. ૧૯૪૩ માગશર શુદ ૬ લી. હેમચંદ મગનલાલની ૧૦૦૮ વાર વંદના.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy