________________
-
શ્રીસંઘના અગ્રગણ્યને ખબર પડી કે પૂજ્યશ્રી હવે ગુજરાત તરફ પધારે છે, તેથી તેઓ અવારનવાર બપોરે રાત્રે તેમજ વ્યાખ્યાનમાં જોરદાર વિનંતિ કરવા લાગ્યા કે
“સાહેબ! અમે નિરાધાર થઈ જઈશું ! આપ અમને મૂકીને ગુજરાતના સાધુઓથી ભરચક હર્યાભર્યા પ્રદેશમાં પધારી જશે તે સંવેગી-સાધુના વિહારથી વંચિત અમારા આ ક્ષેત્રની શી દશા થશે ?” આદિ.
ઉદયપુર શહેરના નાના મેટા એકેએક ભાઈબહેને પણ કપાત કરવા લાગ્યાં, અને પૂજ્યશ્રીને આ પ્રદેશમાં વિચરી અવારનવાર ઉદયપુરને ચેમાસાને લાભ આપવા ભાવપૂર્વક કરગરી રહ્યાં.
આ રીતે ઉપધાન કાર્ય પછી મૌન-એકાદશી સુધી સંધના આગ્રહથી પૂજ્યશ્રીની સ્થિરતા થવા પામી.
આ ગાળામાં સૌથી વધુ મહત્વની બીન એ બની કે–
કપડવંજમાં પૂજ્યશ્રીની તાત્વિક-દેશનાથી પ્રભાવિત બનેલ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી મગનભાઈ ભગતની આધ્યાત્મિક-દોરવણી તળે પૂ. ચરિત્રનાયકશ્રીને ધાર્મિક-ઉછેર થઈ રહેલ, તે અંગે વિવિધ ધર્મચર્ચા પણ પૂજ્યશ્રી સાથે પત્રવ્યવહારથી થતી, સારાંશરૂપે સર્વવિરતિમાની તમન્ના જાગૃત કરવામાં આવતી.
પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી શારીરિક-દષ્ટિએ નાની વયના છતાં પૂર્વ—જન્મની આરાધનાના બળે અંતરાત્માથી ખૂબ જ ઉત્તમ વિચાર-સરણિ ધરાવતા હતા. જેનું પ્રતિબિંબ જેમાં ઝીલાયું છે, તેવો પત્ર જુના સંગ્રહમાંથી મળી આવ્યું છે કે જે પત્ર પ્રથમ ભાગ (પા. ૨૫૦-૨૫૧) માં તથા પરિશિષ્ટ-૬ (પા-૪૮-૪૯) માં છપાયેલ છે, છતાં પ્રસંગોચિત સમજી આ પત્ર ફરીથી અહીં ટાંકા છે.
સ્વસ્તિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રીમતિ મહાશુભસ્થાને શ્રી ઉદયપુર નગરે સર્વ ઉપમા લાયક, મહામુનિરાજ, મારા કુટુંબના તારણહાર, શિરછત્ર, પૂ. ઝવેરસાગરજી મ. ની પવિત્ર સેવામાં
લી. ચરણ-સેવક હેમચંદ્ર મગનલાલની ૧૦૦૮ વાર દિન પ્ર વંદના અવધારશોજી. આપશ્રીના શરીરે શાતા હશે, અહીં ધર્મ સાથે અને આપ જેવા ગુરૂ મહારાજના પ્રતાપે ક્ષેમકુશળ છે.
વિ. આપના મુખારવિંદના દર્શન બે વર્ષ પૂર્વે અહી થયેલ. તે પૂર્વે પણ બાપુજીની સામાયિકની એારડીમાં આપના ચિત્રમાં ઝબકતી અપૂર્વ– વદન પ્રતિભાથી નાનપણથી જ આકર્ષણ થયેલ, પણ પ્રત્યક્ષદર્શન કર્યા પછી તથા કેશરીસિંહની ગર્જના જેવી ઉફામ-ગંભીર આપની સુમધુર ધર્મ દેશના સાંભળ્યા પછી તે